- ચાર વર્ષ પહેલાં નરેન્દ્ર મોદીએ ડીસા ખાતેથી કાંકરેજી દૂધની પ્રોડક્ટ લોન્ચ કરી
- બનાસડેરી દ્વારા કાંકરેજી ગાયના દૂધના ઓછા ભાવ અપાય
- બનાસ ડેરીમાં રોજના 85 લાખ લીટર દૂધની આવક સામે કાંકરેજી ગાયનું દૂધ માત્ર 4500 લીટર
- પશુપાલકો કાંકરેજી ગાયનું દૂધ ડેરીમાં ભરાવવા ઉદાસીન
બનાસકાંઠા : જિલ્લામાં દેશી કાંકરેજી ગાયની ઓલાદો જોવા મળે છે.આ ગાય બનાસકાંઠા જિલ્લાની આગવી ઓળખ સમાન છે.જેના દૂધમાં એ-2 કક્ષાનું પ્રોટીન હોવાથી તે ડાયાબીટીસ અને હાઈપર બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગો મટાડવા માટે અકસીર ઈલાજ સમાન છે.ચાર વર્ષ પહેલાં ડીસા ખાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાંકરેજ દૂધની પ્રોડક્ટ લોન્ચ કરી હતી,પરંતુ ઉત્તમ કક્ષાના આ દૂધની બનાસ ડેરી દ્વારા ઓછી કિંમત ચૂકવાતી હોવાથી પશુપાલકો દૂધ ડેરીમાં ભરાવવામાં બદલે પોતાના ઉપયોગ માટે જ રાખે છે.