પાલનપુરમાં તીડ આક્રમણને લઈ કેન્દ્રની ટીમ સાથે બેઠક યોજાઈ - teed na aakraman
બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણ મામલે બુધવારના રોજ ભારત સરકારની ટીમ મુલાકાતે આવી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તીડના આક્રમણ મામલે એલર્ટ આપવામાં આવતા રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર એલર્ટ બની છે. બુધવારે કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તીડના આક્રમણ અને તેને રોકવા શું પગલાં લઈ શકાય તે મામલે ચર્ચા થઈ હતી.
બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી તીડના આક્રમણની સંભાવના છે. મે માસમાં તીડનું એક મોટું ઝુંડ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવે તેવી શક્યતાના પગલે તંત્ર એલર્ટ બન્યું છે. ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટર ટીમના 11 સભ્યોની ટીમ બુધવારના રોજ બનાસકાંઠા પહોંચી હતી. જેમાં ભારત સરકારના કૃષિ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુ.એન)ની ઘ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગોનાઝેશન (FAO)એ તીડ આવવાની કરી આશંકાએ વ્યક્ત કરી છે. જેને પગલે બુધવારના રોજ તીડ કંટ્રોલ અને તેની તકેદારી માટે શું પગલાં ભરી શકાય તે માટે ટીમે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.