ડીસા વિશ્વમાં હાલ કોરોના મહામારીએ ફરી એકવાર હાહાકાર મચાવી દીધો છે. અનેક દેશોમાં કોરોના મહામારીના કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે ફરી એકવાર કોરોના દસ્તક (Corona Update in Gujarat ) દેવાની તૈયારીમાં છે. ત્યારે સરહદી વિસ્તાર એવા બનાસકાંઠા જિલ્લામાં પણ તંત્ર દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કેટલીક તૈયારીઓ (Banaskantha Health Department Alert ) કરવામાં આવી છે.
આ પણ વાંચો Corona gujarat update: સોલા સિવિલમાં 56 બેડ ધરાવતો કોવિડ વોર્ડ થયો શરૂ
વહીવટી તંત્ર એલર્ટ કોરોના મહામારીને લઈ ફરી વહીવટી તંત્ર એલર્ટ કોરોનાની બીજી લહેર વખતે બનાસકાંઠા જિલ્લામાં પણ આરોગ્ય વિભાગને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનના અભાવે અનેક કોરોના સંક્રમિત દર્દીઓએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. ચારે બાજુ કોરોના મહામારીના કારણે હાહાકાર મચી જવા પામ્યો હતો. ત્યારે આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે આ વખતે બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય વિભાગ પહેલેથી જ સક્રિય બન્યું છે. ફરી કોરોના મહામારી અટકાવવા માટે અત્યારથી જ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જિલ્લામાં તમામ આરોગ્ય કેન્દ્રો પર જરૂરિયાત પ્રમાણે સાધનો ઉપલબ્ધ કરી દેવાયા છે જેના કારણે કોરોના સંક્રમણ અટકાવી શકાય. જિલ્લામાં આવેલી કોરોનાની બે લહેરોમાં જે સ્થિતિ સર્જાઈ હતી તે સ્થિતિ ફરી ન સર્જાય તે માટે હાલ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે.