- બનાસકાંઠામાં ખનિજ ચોરી કરતા 4 ટ્રેલર ઝડપાયા
- પોલીસે 1.60 કરોડ નો મુદ્દામાલ કબ્જે કર્યો
- ઓચિંતી તપાસમાં ઘટના સામે આવી
બનાસકાંઠા: જિલ્લામાંથી બનાસ નદી પસાર થાય છે અને આ બનાસ નદીમાં વર્ષોથી સરકાર દ્વારા નીતિ નિયમ મુજબ ખનિજની કોરી ચલાવવા માટે પરમીશન આપવામાં આવી છે, પરંતુ જાણે સરકારના નીતિનિયમોથી રેતીની કોરી ચલાવતા સંચાલકો ને કંઈ જ લેવાદેવા ન હોય તેમ એક બાદ એક ગેરકાયદેસર રીતે ખનીજની મોટા પ્રમાણમાં ચોરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ખનીજના વ્યવસાય સાથે જોડાયેલા સંચાલકો છેલ્લા ઘણા સમયથી પૈસા કમાવાની લ્હાયમાં આડેધડ નદીમાં રેતીનું ખોદકામ કરવામાં આવી રહી છે. ખનીજ ચોરી કરતા તત્વો રાત્રિના સમયે ખનિજ ચોરી કરવામાં આવે છે, પરંતુ કેટલીકવાર જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવતા અત્યાર સુધી અનેકવાર ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઇ છે પણ હજુ પણ બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા રાત્રિના સમયે નદીની આજુબાજુ પેટ્રોલિંગ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી શકે તેમ છે.
ખનીજ ચોરી ઝડપાઇ
આજે રવિવારે રજાના દિવસે ભૂસ્તર અધિકારી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરની ટિમ ઓચિંતી તપાસમાં નીકળેલી હતી અને રાજસ્થાનથી ફેલ્ડસ્પાર ભરીને ગુજરાતના ગુંદરી ચેકપોસ્ટ પરથી બનાસકાંઠામાં પ્રવેશી રહેલ ચાર ટ્રેલરની તલાસી કરતા અને ચાલક ની પૂછતાછ કરતા રાજસ્થાનથી રોયલ્ટી વગર ફેલ્ડરપાર ભરીને કચ્છ જઇ રહ્યા હોવાનું માલુમ પડતા ભૂસ્તર વિભાગે ચાર ટ્રેલર સહિત રૂ 1.60 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ચારેય ટ્રેલર માલિકો ને 15 લાખ નો દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગ દ્વારા કરોડોની ખનીજ ચોરી ઝડપવા ડ્રોનનો ઉપયોગ શરૂ