ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા : પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને વાવ APMC ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો - બનાસ ડેરીના ચેરમેન

દિવાળી અને નવા વર્ષ બાદ નેતાઓ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમો યોજાતા હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલી વાવ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરીની આગેવાની હેઠળ વાવ APMC ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

શંકરભાઇ ચૌધરી
શંકરભાઇ ચૌધરી

By

Published : Nov 18, 2020, 2:53 AM IST

  • શંકર ચૌધરી નવા વર્ષના બીજા દિવસે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરે છે
  • વાવ APMC ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
  • વાવના પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી

બનાસકાંઠા : વાવના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા દર વર્ષે નવા વર્ષના બીજા દિવસે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત ચાલુ વર્ષે પણ મંગળવારના રોજ વાવ APMC ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાવના પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ નુતન વર્ષાભિનંદન પાઠવ્યા

બનાસ ડેરીના ચેરમેન અને વાવ તાલુકાના પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરી અને બનાસકાંઠાના નવનિયુક્ત પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વિક્રમ સંવત 2077નું શરૂ થતું નવું વર્ષ આપ સૌના માટે ખૂબ જ લાભદાયી અને નિરોગી નીવડે તેવી ઈશ્વરને પ્રાર્થના. દરેક સમસ્યાઓ અને પડકારોનો આપ હસતા હસતા સામનો કરી સફળતાના શિખરો સર કરો તેવી શુભકામનાઓ સાથે નુતન વર્ષાભિનંદન.

વાવ તાલુકા શહેર ભાજપના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

વાવ તાલુકા શહેર ભાજપના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

વાવ APMC ખાતે વાવ તાલુકા શહેર ભાજપના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા વર્ષ નિમિત્તે તમામ સમાજને સાથે લઈને ચાલનારા વાવના પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો, તમામ સમાજના આગેવાનોનો, યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details