માતા-પિતાના પોતાની દીકરીને સમજાવતા દ્રશ્યો બનાસકાંઠા:દિયોદર તાલુકાના રૈયા ગામમાં યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ માતા પિતાને ઓળખવાનો ઇન્કાર કર્યો હતો. પોતાની દીકરીને મનાવવા માતા-પિતા દીકરી અને તેના પ્રેમીને પગે પડીને આજીજી કરતાં રહ્યા. પરંતુ તેને અવગણી દીકરી પ્રેમી સાથે ચાલતી નીકળી હતી.
શું હતો મામલો:દિયોદર તાલુકાના રૈયા ગામે રહેતા ગલાબાભાઇ બારોટ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને પોતાને પાંચ દીકરા અને ત્રણ દીકરીઓ સંતાનમાં છે. જેમાં નાના દીકરા ભવાનભાઈ અને તેમની દીકરીના લગ્ન સાટા પદ્ધતિથી સમી તાલુકાના રવદ ગામ ખાતે કરવામાં આવ્યા હતા. જેમાં દીકરીની સગાઈ નાનાભાઈ ભવાનભાઈના સાળા કુલદીપ સાથે કરવામાં આવી હતી. એક મહિના બાદ દીકરીના લગ્ન પણ નક્કી કરવામાં આવ્યા હતા. તે દરમિયાન જ તેમની દીકરી ઘરેથી કામ પર જવાનું કહી નીકળી હતી અને સાંજ સુધી ઘરે પરતના ફરતા વનિતાના પરિવારજનો એ તેની શોધખોળ હાથ કરી હતી.
દીકરીને મનાવવા પગે પડ્યા: લાંબા સમય સુધી વનિતાની કોઈ જ ભાળ ન મળતા આખરે દીકરીના પિતાએ દિયોદર પોલીસ મથકે વનિતા ગુમ થઈ છે તેની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તેમ છતાં કોઈ અતો પત્તો લાગ્યો ન હતો. આ તમામ પરિસ્થિતિ વચ્ચે ગલબાભાઈની દીકરીએ તેમના મોટાભાઈના સાળા સાથે લગ્ન કરી લીધા હતા. જેથી દિયોદર પોલીસે પોલીસ મથકે હાજર થવા બોલાવ્યા હતા. જે દરમિયાન દીકરીની માતા અને પિતા ગલબાભાઈ બારોટ બંને દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં માતા અને પિતાએ પોતાની દીકરીને મનાવવા માટે પગ પકડતા દ્રશ્યો સામે આવ્યા હતા.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ: પિતા પોતાની દીકરી અને તેની સાથે પ્રેમ લગ્ન કરનાર પ્રેમીના પગે પડી મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને લોકોએ પણ દીકરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. એમના સમાજમાં ચાલી આવતી વર્ષોની પરંપરા મુજબ સાટા પદ્ધતિના કારણે નાના ભાઈની પત્ની પણ હાલમાં તેના બે સંતાનો લઈને ઘરેથી પોતાના પિયર જતી રહી છે. વનિતાએ પ્રેમ લગ્ન કરતા જ હાલમાં ત્રણ પરિવારો વેરવિખેર થઈ ગયા છે. ત્યારે પરિવારની હાલત કફોડી બની છે.
મા બાપની વેદના: આ બાબતે દીકરીના પિતા ગરબા ભાઈ બારોટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને જાણવા મળ્યું કે વરનોડા ગામના મણિલાલ ના દિકરા સાથે મારી દીકરીએ પ્રેમ લગ્ન કરી દીધા છે અને મારો જે દીકરો છે એ કેન્સરની બીમારીથી કરે પીળાઇ રહ્યો છે. તેનું જીવન કંઈ નક્કી નથી એ કેટલા સમય સુધી જીવે એ પણ નક્કી નથી બીજું કે મારે કોઈનો આધાર નથી. અમારે સમાજનો આધાર નથી કે બીજો કોઈ પણ આધાર નથી. એ છોકરીને પોલીસ સ્ટેશન હાજર કરી ત્યારે અમે ગયા હતા તો એ અમારી સાથે વાતચીત કરવા પણ તૈયાર નથી અને એ અમને બતાવવા માટે પણ તૈયાર નથી.
જાણો સરકાર પાસે શું કરી માગ:સાથે જણાવ્યું કે મારી દીકરી અમને ઓળખતી નથી એવું પણ કહેવા લાગી અમે એને હાથ જોડી કરી અને અમે એને પગે પડ્યા પરંતુ એ અમારી કોઈ વાત સાંભળવા તૈયાર ન હતી એટલે મારી સરકારને એક વિનંતી છે કે આવી રીતે જો દીકરીઓ સીધા પ્રેમ લગ્ન કરી દેશે તો મા બાપ મરી જશે એટલે સરકારે પ્રેમ લગ્નની અંદરની મા-બાપની સહી ફરજિયાત કરવી જોઈએ. દીકરીના પરિવારજનો સરકાર પાસે હાલમાં એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે પોતાની દીકરીને પોતાના પરિવાર સાથે મિલન કરાવી આપે.
- ગુસ્સામાં ઘર છોડીને જતી દીકરીને પિતાએ ફાંસી આપી
- ઓનર કિલિંગઃ દીકરીને અન્ય જ્ઞાતિના છોકરા સાથે પ્રેમ હતો, લગ્ન કરે પહેલા જ ખતમ