બનાસકાંઠા: જિલ્લાનું ડીસા હવે બટાટા બાદ રાજગરાનું હબ (Deesa is now hub of Rajgara)બની રહ્યું છે. ગુજરાતમાં સહુથી વધુ રાજગરાની આવક ( Rajgar Bumper income in deesa)ધરાવતા ડીસા માર્કેટ યાર્ડમાં આ વર્ષે રાજગરાના ભાવ સિઝનમાં ઓલટાઇમ હાઇ પહોંચી ગયા છે. વાવેતર ઓછું થવાના લીધે અને યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને પગલે રાજગરાના ભાવ આ વર્ષે સિઝનમાં ઓલટાઇમ પર પહોંચ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ખેતીક્ષેત્રે આગળ---બનાસકાંઠા જિલ્લો એ આમ તો વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા લોકો છે. જિલ્લામાં સૌથી વધુ ખેતી કરી ખેડૂતો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે હવે દિવસેને દિવસે જે પ્રમાણે ખેત પેદાશોમાં નવી નવી ટેકનોલોજી આવી છે. તેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે ખેતીમાંથી સારી એવી કમાણી કરી રહ્યા છે. પાણીની અછત ધરાવતો બનાસકાંઠા જિલ્લો હવે સૂકા રણમાંથી પણ ખેત પેદાશ મેળવી કમાણી કરી રહ્યા છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને પાકોનું ઉત્પાદન ઓછું થયું છે. પરંતુ તેની સામે ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
માર્કેટયાર્ડમાં રાજગરની રેકોડબ્રેક આવક નોંધાઈ---બનાસકાંઠા જિલ્લાના ડીસાનો મુખ્ય રવિ પાક બટાટા (Deesa's main prime crop is potatoes)છે. ગુજરાતમાં બટાટાનું સહુથી વધુ ઉત્પાદન ડીસામાં થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં (Deesa Agricultural Produce Market Committee)રાજગરાની પણ બમ્પર આવક નોંધાઈ રહી છે. અને વર્ષ દરમ્યાન એક લાખ કરતાં પણ વધારે રાજગરાની બોરીની આવક( Rajgar Bumper income in deesa) થઈ રહી છે. ગુજરાતમાં જીરાની આવકમાં(Cumin income in Gujarat) જે રીતે ઊંઝા નામના ધરાવે છે. તેવી જ રીતે રાજગરાની આવકમાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પર ડીસા (Deesa at number one in Gujarat)પહોંચી ગયું છે. ત્યારે આ વર્ષે ઉત્પાદન ઓછું થઇ છે. પરંતુ હાલમાં ઉત્તર ગુજરાતમાં (North Gujarat)સૌથી વધુ રાજગરાની આવક ડીસા માર્કેટયાર્ડમાં નોંધાઇ છે.