બનાસકાંઠા: છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા આઠ કલાકની વીજળીની જગ્યાએ છ કલાકની વીજળી કરી દેતા ખેડૂતો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજે દિયોદરમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી ખેડૂતો એકત્રિત થઈ વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં જિલ્લાના એક હજારથી પણ વધુ ખેડૂતોએ પ્રાંત કચેરીએ પોતાની માંગણીને લઇ ધરણા યોજ્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આઠ કલાકની વીજળીની જગ્યાએ વીજળી 6 કલાકની કરી દેતા જિલ્લામાં ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું બનાસકાંઠા જિલ્લા ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું -બનાસકાંઠા જિલ્લામાં આમ તો વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે. તેમા ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટાભાગે ખેતી અને પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી સતત ખેડૂતોને એક બાદ એક અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આઠ કલાકની વીજળીની જગ્યાએ વીજળી 6 કલાકની કરી દેતા જિલ્લામાં ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું(Farmers started a movement) હતું. છેલ્લા 7 દિવસથી ચાલી રહેલા આંદોલનમાં જિલ્લાના ખેડૂતોએ સરકાર વિરુદ્ધ અનેક કાર્યક્રમો કર્યા હતા. તેમજ ખાસ કરીને સરકાર તાત્કાલિક બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આઠ કલાકની વીજળી આપે તેવી માંગ સાથે આવેદનપત્ર પણ આપવામાં આવી છે. તેમ છતાં પણ સરકાર દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે ઉગ્ર આંદોલન તરફ વળી રહ્યા છે. દિયોદરમાં પણ ખેડૂતોની માંગણીને(Demand of farmers in Diodar) લઇ હવે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી ખેડૂતો એક સાથે જોડાઇ રહ્યા છે. તેમજ સરકાર સામે વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આઠ કલાકની વીજળી માટે ઉગ્ર આંદોલન તરફ જઈ રહ્યા છે.
સરકાર તાત્કાલિક બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આઠ કલાકની વીજળી આપે તેવી માંગ સાથે આવેદનપત્ર પણ આપવામાં આવી છે. તેમ છતાં પણ સરકાર દ્વારા કોઇ કાર્યવાહી નહી આ પણ વાંચો:સરકારે જાહેર કરેલા રાહત પેકેજથી ખેડૂતો થયા નારાજ
વિશાળ રેલીનું આયોજન - ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ ખેડૂતોને આઠ કલાકની વીજળીની જગ્યાએ છ કલાકની વીજળી કરી દેતા તેનો હાલમાં સમગ્ર ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેમા ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા વીજળીમાં 8 કલાકની વીજળીની જગ્યાએ 6 કલાકની કરી દેતાં, હાલમાં સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા સાત દિવસથી ખેડૂતો સરકારના વિરોધમાં વીજળીને લઈ આંદોલન કરી રહ્યા છે. જિલ્લાના દિયોદરમાં આવેલ વખા સબ સ્ટેશનમાં ખેડૂતોએ વિશાળ બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠકમાં બનાસકાંઠામાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને મહિલાઓ જોડાઈ હતી. જે બાદ વખા સબ સ્ટેશનથી દિયોદર પ્રાંત કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા વીજળીમાં 8 કલાકની વીજળીની જગ્યાએ 6 કલાકની કરી દેતાં, હાલમાં સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં રોષ આ પણ વાંચો:બાલાસિનોરમાં સરોડાના ફાટા તળાવમાં સુજલામ સુફલામનું પાણી નાખવા ખેડૂતોની માંગ
1000 ખેડૂતો આ રેલીમાં ચાલતા નજરે પડ્યા હતા -આ રેલીમાં ખેડૂતો મોટી સંખ્યામાં બળદગાડી અને ટ્રેક્ટર સાથે જોડાયા હતા. સાથોસાથ એક હજારથી પણ વધુ ખેડૂતો આ રેલીમાં ચાલતા નજરે પડ્યા હતા ખેડૂતોનો એક જ મુદ્દો હતો કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોને છ કલાક ની જગ્યાએ આઠ કલાકની વીજળી પૂરી પાડે પરંતુ સરકાર દ્વારા સાત દિવસનો સમય વિતી ગયો હોવા છતાં પણ હજુ સુધી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કોઈ જવાબ ન મળતા આખરે કંટાળેલા ખેડૂતો એ સરકાર વિરોધ સૂત્રોચાર સાથે વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી જ્યાં તમામ ખેડૂતો એક સાથે જોડાઈ અને દિયોદર પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ખેડૂતોની એક જ માંગ(demand of farmers is electricity) હતી કે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલીક ખેડૂતોને આઠ કલાકની વીજળી પૂરી પાડવામાં આવે અને જો આગામી સમયમાં ખેડૂતોને વીજળી પૂરી પાડવામાં નહીં આવે તો બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતો ગાંધીનગરમાં ધરણા યોજાશે.
વિધાનસભાની ચૂંટણીમાં સરકારને પરિણામ મળશે -દિયોદરમાં આજે 8 કલાકની વીજળીની માંગ સાથે યોજાયેલી વિશાળ રેલીમાં બનાસકાંઠા જિલ્લામાંથી મહિલા અને પુરુષો મોટી સંખ્યામાં જોડાયા હતા ખાસ કરીને ખેડૂતોની એક જ માંગ છે કે, ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની માંગ સંતોષવામાં આવે. 6 કલાકની વીજળીની જગ્યાએ 8 કલાકની વીજળી કરવામાં આવે બનાસકાંઠા જિલ્લામાં એક તરફ પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમજ બીજી તરફ હવે સરકાર દ્વારા વીજળીમાં પણ કાપ મૂકતા ખેડૂતોના ખેતરોમાં વાવેલો પાક બગડી રહ્યો છે. જેના કારણે ખેડૂતો હાલ ગુજરાત સરકારના વિરોધમાં ઉગ્ર આંદોલન તરફ વળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ આજે વિશાળ રેલી યોજી જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતો તેનું પરિણામ સરકારને બતાવી દેશે અને તેની તૈયારીઓ સરકારે રાખવી પડશે.