- લોદ્રાણી ગામે પાણી માટે અનોખો વિરોધ પ્રદર્શન
- બે દિવસમાં પાણી નહીં છોડાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
- વારંવાર રજૂઆત કરવા છતાં સિંચાઇ માટે પાણી નથી મળતું પાણી
બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તારોમાં નર્મદા વિભાગના અધિકારીઓને જગાડવા માટે ખેડૂતોએ અનોખો વિરોધ દર્શાવ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણી ન મળતા ખેડૂતોએ આખરે કંટાળીને શુક્રવારે કેનાલમાં ઢોલ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. જો આગામી 3 દિવસમાં પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બે દિવસમાં પાણી નહીં છોડાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં કેટલા એવા ગામ છે, જ્યાં કેનાલ હોવા છતાં પણ ખેડૂતોને પાણી મળતું નથી. સરકારે આવા વિસ્તારોમાં કેનાલ તો બનાવી છે, પરંતુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતાં ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદા વિભાગના અધિકારીઓને નથી. તો આ વિસ્તારની મુલાકાત લીધી નથી. તેમજ અહીં આ ખેડૂતોને પાણી મળી રહે તે માટે કોઇ પ્રયાસો કર્યા નથી. વાવ તાલુકાના લોદ્રાણી અને નાળોદર ગામની પણ આ જ પરિસ્થિતિ છે. અહીં પણ છેલ્લા 7 વર્ષથી કેનાલ બનાવવામાં આવી છે, પરંતુ કેનાલ હોવા છતાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી. જેના કારણે દર વર્ષે ખેડૂતોએ વ્યાજે નાણા લાવી મોંઘાદાટ બિયારણોનું વાવેતર કરે છે અને કેનાલ મારફતે પાણી મળી રહેશે તે આશાએ વાવેતર કરતા હોય છે, પરંતુ કેનાલમાં પાણી ન મળતા વાવેતર નિષ્ફળ જાય છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. લોદ્રાણી ગામના 100 જેટલા ખેડૂતોએ શુક્રવારે કેનાલ પર ભેગા મળીને ઢોલ વગાડી અનોખો વિરોધ દર્શાવ્યો હતો અને બહેરી મુંગી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં પરંતુ જો બે દિવસમાં પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.