ગુરુવારે થયેલું કમોસમી માવઠું અને શુક્રવારે વહેલી સવારથી ધુમ્મસ મય બનેલા વાતાવરણના કરણે ખેડૂતો ચિંતિત બન્યા છે. માવઠું અને ધુમ્મસના કારણે જીરું, એરંડા અને કપાસ સહિતના પાકોને ભારે નુકસાન થવાની ભીંતિ ખેડૂતોને સતાવી રહી છે. તો વળી બીજી તરફ ડીસાની વાત કરવામાં આવે તો દિશાએ બનાસકાંઠામાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. ત્યારે રોજ મોડી સાંજે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો પોતાના બટાટાના પાકને લઈ ચિંતિત બન્યા હતા. શુક્રવારે સવારે વાતાવરણમાં ધુમ્મસ મય થઈ જતા ફરી એકવાર ખેડૂતો બટાકાના પાકમાં સુકાર નામના રોગના કારણે ચિંતિત બન્યા છે. ડિસામાં સતત ઘણા સમયથી મંદીનો માર સહન કરેલા ખેડૂતોએ ચાલુ વર્ષે બટાકાનું મબલખ ઉત્પાદન કર્યું હતું.
બનાસકાંઠામાં ધુમ્મસના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીંતિ - latest news in Banaskantha
બનાસકાંઠાઃ જિલ્લામાં ગુરૂવારે મોડી સાંજે થયેલા કમોસમી માવઠા બાદ શુક્રવારે વહેલી સવારથી જ વાતાવરણ ધુમ્મસમય બની ગયું હતું. ડીસા, અમીરગઢ ,પાલનપુર સહિત તમામ જગ્યાએ સવારે ધુમ્મસનો માહોલ સર્જાઈ ગયો હતો. એક તરફ ધુમ્મસના કારણે લોકો હિલ સ્ટેશન જેવા આહલાદક વાતાવરણનો અનુભવ કરી રહ્યા હતા, જ્યારે બીજી તરફ ધુમ્મસના કારણે 25-50 ફૂટ દૂર કઈ જ દેખાતું ન હોવાના કારણે વાહન ચાલકોએ લાઈટ ચાલુ રાખવી પડતી હતી.
બનાસકાંઠામાં ધુમ્મસના કારણે ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતિ
પરંતુ થોડા સમય પહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જે બાદ ફરી ખેડૂતોએ સારા ભાવની આશાએ બટાટાનું વાવેતર કર્યું હતું. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીંતિના કારણે હાલ ખેડૂતો ચિંતિત બન્યા છે.