ગુજરાત

gujarat

ETV Bharat / state

તીડના આક્રમણોથી બચવા માટે ખેડૂતોનો નવો ઉપાય, ખેતરમાં વગાડી રહ્યા છે DJ... - ખેડૂતોની માઠી દશા

બનાસકાંઠાઃ જિલ્લામાં તીડના આક્રમણથી ખેડૂતો પરેશાન થઇ ઊઠ્યા છે તીડના કારણે ખેડૂતોને પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે જેનાથી બચવા માટે હવે ખેડૂતો પોતાના ખેતરમાં ભાડેથી ડી.જે લઇને તેને વગાડીને તીડને ભગાડી રહ્યા છે.

તીડના આક્રમણોથી બચવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં વગાડી રહ્યા છે ડી.જે
તીડના આક્રમણોથી બચવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં વગાડી રહ્યા છે ડી.જે

By

Published : Dec 23, 2019, 6:36 PM IST

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ દેખાઈ રહી છે, છેલ્લા એક વર્ષમાં ખેડૂતો એક પછી એક મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે હાલમાં છેલ્લા દસ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણથી ખેડૂતો પરેશાન થઇ ઊઠ્યા છે. ત્યારે હવે ખેડૂતો આ તીડના આક્રમણોથી બચવા માટે અવનવા ઉપાયો કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તીડ જ્યારે પણ રાત્રિ દરમિયાન જ્યાં બેસે છે ત્યાં રણ જેવી સ્થિતિ કરી નાખે છે

તીડના આક્રમણોથી બચવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં વગાડી રહ્યા છે ડી.જે

દિવસ દરમ્યાન તીડ આખો દિવસ ઊડ્યા કરે છે અને જેમ પવનની દિશા બદલાય છે તેમ તીડ તે દિશા તરફ જાય છે ત્યારે હવે ખેડૂતો પણ તીડના આક્રમણથી પોતાના ખેતરમાં ઉભા પાકને બચાવવા માટે ડી.જે સાઉન્ડનો ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે જ્યાં પણ આવાજ વધારે કરવામાં આવે ત્યાં તીડ બેસતા નથી જેના કારણે હાલમાં અમે લોકો તીડના આક્રમણથી બચવા માટે ભાડેથી ડી.જે મંગાવી વગાડી રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details