બનાસકાંઠાડીસા કાંટ રોડ પર આજે ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીની અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેન્કરનું ટાયર વિદ્યાર્થી પર ફરી વળતા ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નિપજયું (Student accident with Tanker Deesa Kant road) હતું. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ડીસા શહેર ઉત્તર પોલીસ (Deesa North Police) તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસાની દીપક હોટલ પાસે અકસ્માત સર્જાયો જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારોછેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવવામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે પર વારંવાર નાના મોટા અકસ્માતો (Banaskantha National Highway Accidents) સર્જાઈ રહ્યા છે. વધતા જતા અકસ્માતોને લઇ અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક લોકો મોતને ભેટ્યા છે. ખાસ કરીને જિલ્લામાં સૌથી વધુ અકસ્માત મોટા હેવી વાહનોના ગફલત કર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર અકસ્માતો સર્જાય રહ્યા છે. વારંવાર મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઈવિંગના કારણે અત્યાર સુધી અનેક વિદ્યાર્થીઓ આવા અકસ્માતમાં મોતને ભેટ્યા છે. આજે ડીસા શહેરમાં પણ ડમ્પરની અડફેટે શાળાએ જતા વિદ્યાર્થીનુ મૃત્નીયું પજ્યું હતું.
ટેન્કરના ટાયરની નીચે ભાઈ આવી જતા 20 ફૂટ ઢસડાયો હતો. ટાયર નીચે આવી જતા વિદ્યાર્થીની ખોપરી ફાટી જતા તેનું ઘટના કરુણ મોત નીપજ્યું હતું. ડીસા કાંટ રોડ પર અકસ્માત સર્જાયોડીસા કાંટ રોડ પર એરપોર્ટ પાસે ટેન્કર ચાલકે (Deesa Kant Road near Airport Accident ) અડફેટે લેતા સાયકલ સવાર વિદ્યાર્થીનું મૃત્યુથયું હોવાની ઘટના સામે આવી છે. કલાપી નગર સોસાયટીમાં રહેતા મોતીજી પ્રજાપતિનો એકનો એક પુત્ર મનસુખ પ્રજાપતિ અને તેની બહેન સાયકલ લઇને શાળાએ જઇ રહ્યો હતો. ભાઈ અને બહેન એરપોર્ટ સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થી ભાઈ બહેનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
ભાઈનું કમકમાટી ભર્યું મોતઆ અકસ્માત એટલો ભયંકર હતો કે ટેન્કરના ટાયરની નીચે ભાઈ આવી જતા 20 ફૂટ ઢસડાયો હતો. ટાયર નીચે આવી જતા વિદ્યાર્થીની ખોપરી ફાટી જતા તેનું ઘટના કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બહેનનો આબાદ બચાવ થયો હતો. ભાઈનું કમકમાટી ભર્યું મોત જોઈ બહેન ત્યાં બેભાન થઈ હતી. આ અકસ્માતમાં મોતને ભેટનાર બાળક બે બહેનો વચ્ચે માત્ર એક ભાઈ હતો. આ ઘટનાને પગલે સમગ્ર પરિવાર કલ્પાંત કરતો નજરે પડ્યો હતો.
સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યોડીસા કાંટ રોડ પર આજે ડમ્પરની ટક્કરે શાળા અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત નીચું હતું આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોના ટોળેટોળા આવી ટેન્કરને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે અકસ્માત કરનાર ડમ્પર ચાલકને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.