માલોત્રા ગામના ખેડૂતોમાં દિવાળી જેવો માહોલ બનાસકાંઠા : જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે અનેક તળાવમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલ ધાનેરા તાલુકાના માલોત્રા ગામ ખાતે આવેલું કાઠું નામના તળાવમાં પાણી ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તળાવમાં પાણી ભરાતા આવનારા સમયમાં 200થી પણ વધુ ખેડૂતોને ખેતીમાં ફાયદો થશે
વરસાદના કારણે પાણી સમસ્યા ટળી ગામેગામ તળાવ ઊંડા :બનાસકાંઠા જિલ્લોએ છેલ્લા ઘણા વર્ષોથી પાણીની બુંદ બુંદ માટે વલખા મારી રહ્યો છે. ખાસ કરીને ખેતી માટે પૂરતું પાણી ન મળતા ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. મોટાભાગના જે સરહદી વિસ્તારો છે તે વિસ્તારોમાં ખેડૂતોને સમયસર પાણી ન મળતા ખેડૂતો ખેતી છોડવા માટે પણ મજબૂર બન્યા હતા, ત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ખેડૂતો ફરીથી ખેતી તરફ પડે તે માટે બનાસ ડેરી દ્વારા ગામેગામ તળાવ ઊંડા કરવાનું અભિયાન શરૂ કર્યું હતું અને આ વર્ષે જિલ્લાના દરેક ગામોમાં મોટાભાગના તમામ ગામમાં આવેલા તળાવો ફરીથી ઊંડા કરવાની કામગીરી શરૂ કરી હતી.
ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ :આ તળાવ ઊંડા કરવાની કામગીરીનું મુખ્ય કારણ આવનારા સમયમાં જે વરસાદી પાણી વ્હોળા સ્વરૂપે વહી જતું હતું. તેનો ખેતીમાં ઉપયોગ થઈ શકે તે માટે હતું, ત્યારે તાજેતરમાં જ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ આ વખતે ભારે વરસાદના કારણે આ તમામ પરિસ્થિતિઓ છે મોટાભાગના ગામોમાં જે બનાસ ડેરી દ્વારા તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા. તેમાં નવા પાણીના નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
તળાવો ઓવરફ્લો થઈ ગયા : બનાસકાંઠા જિલ્લા અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા ધાનેરા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. મોટાભાગના તમામ ધાનેરા તાલુકાના ગામોમાં પાણીની સમસ્યા સર્જાતા ખેડૂતો ખેતી છોડી મૂકવા મજબૂર બન્યા હતા, પરંતુ તાજેતરમાં જે ધાનેરા તાલુકામાં ભારે વરસાદ પડ્યો અને રાજસ્થાનમાંથી જે ભારે વરસાદના કારણે પાણી વહીને ધાનેરા તાલુકામાં પ્રવેશ્યું તેના કારણે અનેક ગામોમાં બનાવેલું તળાવો ઓવરફ્લો થઈ ગયા હતા, ત્યારે ધાનેરા તાલુકાના માલોત્રા ગામમાં ખેતી માટે પાણી મળી રહે તે માટે બનાસ ડેરી અને ખેડૂતોની ભાગીદારી થી 40 વીઘા જમીનમાં ઊંડું તળાવ બનાવવામાં આવ્યું હતું.
આમ તો અમારા વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા છે. દિવસેને દિવસે પાણીના તળ નીચે જાય છે. જેથી ખેતી કરી શકતા નથી, પરંતુ લોક ભાગીદારી અને બનાસ ડેરીના સહયોગથી જે અમારા ગામમાં તળાવ બનાવવામાં આવ્યું છે. જેથી હમણાં તાજેતરમાં જે વરસાદ થયો છે. તેની આવક શરૂ થઈ છે અને સારું એવું પાણી આવ્યું છે. આવનાર સમયમાં પણ ચોમાસામાં સારો વરસાદ થશે. જેથી આ તળાવમાં સારું પાણી આવશે. જેથી અમારા આજુબાજુના ગામડાઓમાં અને અમને સારો ફાયદો થશે. કારણ કે, આ તળાવના કારણે પાણીના તળ ઊંચા આવશે અને અમે ખેતી કરી શકશું, પરંતુ હજુ સુધી અમારે સરકારને રજૂઆત છે કે સરકાર દ્વારા પાઇપલાઇન થકી જો આ તળાવમાં પાણી નાખવામાં આવે તો અમે બારે મહિના ખેતી કરી શકીએ અને પોતાનું ગુજરાત ચલાવી શકીએ. - (માલોતરા ગામના ખેડૂતો)
રેલ નદીમાં પાણીની સારી આવક : આ તળાવ રેલ નદીને અડીને બનાવવામાં આવી છે. જેના કારણે જે રેલ નદીમાં પાણીનો વહેણ વહીને ગામમાં પ્રવેશતો હતો. તેને આ કાઠું નામના તળાવમાં પાણી આવે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે ધાનેરાની રેલ નદીમાં પાણીની સારી આવક થઈ હતી અને જેના કારણે માલોત્રા ગામમાં બનાવેલ કાઠું નામના તળાવ પૂરેપૂરું ભરાઈ ગયું હતું. જેના કારણે સૌ પ્રથમવાર માલોત્રા ગામના ખેડૂતોમાં દિવાળી જુઓ માહોલ સર્જાયો હતો. કારણ કે છેલ્લા ઘણા સમયથી આ ગામમાં પાણીની વિકટ સમસ્યા ચર્ચા દિવસેને દિવસે પાણીના ત્રણ ઊંડા જઈ રહ્યા હતા, પરંતુ હવે આ તળાવમાં પાણી ભરાઈ જતા 200થી પણ વધુ ખેડૂતોના તળ ઊંચા આવશે અને ખેડૂતો ફરી એકવાર પોતાના ખેતરોમાં ખેતી કરી શકશે.
- Surat News : ચેકડેમ લાવ્યો ખેડૂતો માટે આફત, પાણીનો પ્રવાહ બદલાતા ઓંડચ ગામમાં જમીનનું ધોવાણ
- Jamnagar Rain Update : લાખોટા તળાવમાં નવા નીરની આવક થતા, શહેરીજનો જોવા માટે ઉમટ્યાં
- Banaskantha News : માલોત્રાના ખેડૂતોની એક અવાજે માગણી, વરસાદી પાણીથી જમીન ધોવાણનો સર્વે કરી સહાય આપ