ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રવાસીઓને વતન મોકલવા વ્યવસ્થા કરાઈ

કોરોના વાઈરસના પગલે દેશભરમાં લોકડાઉન થતા અમદાવાથી આવી રહેલા કેટલાક પ્રવાસીઓ વાહન વ્યવહાર બંધ થઈ જતા અટવાઇ ગયા હતા. જેના પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ મુસાફરોને પોતાના વતન સુધી પહોચાડવાની વ્યવસ્થા કરાવવામાં આવતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા મુસાફરોને વતન મોકલવા કરાઈ વ્યવસ્થા
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા મુસાફરોને વતન મોકલવા કરાઈ વ્યવસ્થા

By

Published : Mar 26, 2020, 11:48 PM IST

બનાસકાંઠાઃ સરકાર દ્વારા સમગ્ર ભારતને 21 દિવસ માટે લોક ડાઉન કરવામાં આવ્યુ છે. જેના પગલે લોકોએ પોતાના વતનની વાટ પકડી છે પરંતુ વાહન વ્યવહાર બંધ હોવાના કારણે અસંખ્ય લોકો દૂર-દૂરથી પગપાળા પોતાના વતન જઇ રહ્યા છે.

જેના પગલે અમદાવાદથી રાજસ્થાન જઇ રહેલા કેટલાક લોકો પાલનપુરમાં અટવાઇ ગયા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસવાન મારફતે રાજસ્થાન બોર્ડર સુધી મુસાફરોને છોડવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ અંગે ફરજ પરના પોલીસ કર્મીએ જણાવ્યું હતુ કે, જિલ્લા પોલીસ વડાની સુચનાથી પગપાળા આવતા વ્યક્તિઓને પોલીસ વાન મારફતે રાજસ્થાન બોર્ડર સુધી છોડવામાં આવી રહ્યા છે. ત્યારે 50 ઉપરાંતના લોકોને બોર્ડર સુધી મુકવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details