બનાસકાંઠાઃ જિલ્લામાં મંગળવારના રોજ ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને મળી વિવિધ માંગણીઓ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં મગફળીની ખરીદી તાત્કાલિક ધોરણે થાય તો જ ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે. આ સિવાય જમીનની રી-સર્વેની કામગીરી પણ છેલ્લા ઘણા સમયથી અધરતાલ હોવાથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
બનાસકાંઠા જિલ્લા કિસાન સંઘ દ્વારા વિવિધ માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - જમીનની રી-સર્વે
બનાસકાંઠા જિલ્લામાં મંગળવારના રોજ ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મગફળીની ખરીદી તેમજ જમીનની રી-સર્વેની કામગીરી સહિતના 10 મુદ્દાઓ મામલે જિલ્લા કલેકટરને મળી ખેડૂતોએ રજૂઆત કરી હતી. ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ થાય તે માટે કિસાન સંઘના આગેવાનોએ રજૂઆત કરી હતી.
બાલારામ નદી પર પુલ બનાવવા અને તીડ સહાયમાં પણ હજુ કેટલાય ખેડૂતોને નાણા ચૂકવવામાં આવ્યા નથી. આવા અસરગ્રસ્ત ખેડૂતો તાત્કાલિક સહાય ચૂકવવામા આવે તેવી માંગણી કરી છે. આ સિવાય કુલ 10 મુદ્દે ખેડૂતોએ જિલ્લા કલેકટરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના અનેક પ્રશ્નો આજે પણ પડતર છે. કિસાન સંઘે મંગળવારના રોજ જિલ્લા કલેકટરને આ મામલે રજૂઆત કરી ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટેની રજૂઆત કરી હતી. સરકાર એક તરફ ખેડૂતોના સમસ્યાને દૂર કરવા માટેના પ્રયત્નો કરી રહી છે. પરંતુ આજે પણ અંતરિયાળ વિસ્તારમાં અનેક એવા ખેડૂતો છે કે જે હાલાકી ભોગવી જીવન વ્યતીત કરી રહ્યા છે.