ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના અમીરગઢમાં કમોસમી વરસાદથી કપાસના પાકમાં ઘટાડો - બનાસકાંઠા જિલ્લો

બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં કમોસમી વરસાદના લીધે કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા ખેડૂતો સહિત વેપારીઓને પણ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી કપાસના પાકમાં ઘટાડો
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી કપાસના પાકમાં ઘટાડો

By

Published : Jan 24, 2020, 2:38 AM IST

બનાસકાંઠાઃ જિલ્લોએ ખેતી આધારિત જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને ખેડૂતો ખેતી પર પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ છેલ્લા 4-5 વર્ષથી ખેડૂતો કુદરતી પ્રકોપના કારણે એક પછી એક નુકશાની વેઠવી રહ્યો છે. ત્યારે અમીરગઢ તાલુકામાં મહત્તમ આદિવાસી વિસ્તાર ધરાવે છે અને ખેડૂત પુત્રો મોટા ભાગે ખેતી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી વરસાદની અનિયમિતાએ ખેડૂતોની કમર ભાંગી નાખી છે.

બનાસકાંઠાના અમીરગઢમાં કમોસમી વરસાદથી કપાસના પાકમાં ઘટાડો

ખાસ કરીને અમીરગઢ તાલુકામાં આદિવાસી સમાજના લોકો મોટાભાગે કપાસની ખેતી કરે છે. પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે આ વિસ્તારમાં મોટા ભાગમાં કપાસના પાકમાં નુકસાન થયું હતું, જેના કારણે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે કપાસના પાકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સતત મંદીનો માર સહન કરી રહેલા અમીરગઢ તાલુકાના ખેડૂતો આ વખતે કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવતા હવે ઓછા ઉત્પાદન પર સારા ભાવ મળી રહે તેવી આશા કરી રહયા છે.

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી કપાસના પાકમાં ઘટાડો
બીજી તરફ ચાલુ વર્ષે અમીરગઢ વિસ્તારમાં નહિવત વરસાદ ના કારણે પાણીની ખેંચ વર્તાઈ રહી હતી, તેમ છતાં ખેડુતોએ ખેતી કરી હતી. પરંતુ ઉત્પાદન લણવાનો વારો આવ્યો તે સમય કમોસમી વરસાદ શરૂ થઈ જતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો આંખો સામે ખરાબ થતા જોઈ આંખો માંથી આશુ સરી આવ્યા હતા અને માત્ર ન જેવું ઉત્પાદન થતા ખેડૂતોને માથે હાથ રાખીને રોવાનો વારો આવ્યો છે.અમીરગઢ તાલુકામાં ખેડૂત પુત્રો પોતાનો પાક વેચવા માર્કેટયાર્ડમાં જાય છે. પરંતુ કપાસનું ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જણાતા ખેડૂતો સહિત વેપારીઓને રોવાનો વારો આવ્યો છે. અમીરગઢ તાલુકાના માર્કેટયાર્ડમાં ગત વર્ષે કપાસની આવક 1600 કવિટલ થઈ હતી, જે ચાલુ વર્ષે કમોસમી વરસાદના લીધે ઘટીને 80 ક્વિન્ટલ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details