ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં 10 મહિનાઓમાં 5769 લોકો કોરોના સામેની જંગ જીતવામાં સફળ

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ કોરોના રસીકરણ અભિયાન બનાસકાંઠા જિલ્લાને ફળ્યું હોય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યાં છે.જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી.એટલુંજ આરોગ્ય વિભાગની સતર્કતા અને લોકોની સાવચેતીને બનાસકાંઠામાં 5769 લોકોની જિંદગી બચાવવામાં આરોગ્ય વિભાગ સફળ રહ્યું છે

corona
corona

By

Published : Jan 21, 2021, 12:19 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસ નથી નોંધાયો એક પણ કેસ
  • 10 મહિનામાં પ્રથમ વખત એક પણ વ્યક્તિ હોમ આઇશોલેશન પર નથી
  • જિલ્લાની એક જ હોસ્પિટલમાં હવે માત્ર 9 કોરોના દર્દી દાખલ

બનાસકાંઠા :સમગ્ર દેશ અને રાજ્યમાં માર્ચ મહિનાના અંતથી કોરોના પોઝિટિવ કેસો આવવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે બનાસકાંઠામાં 38 દિવસો સુધી કોઈ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહોતો.જિલ્લામાં એપ્રિલ મહિનામાં પ્રથમ કેસ નોંધાતાં જ બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું હતું.અને ત્વરિત ધોરણે 100-100 બેડની બે હોસ્પિટલ પાલનપુર અને ડીસામાં કાર્યરત કરી દીધી હતી.

આરોગ્ય વિભાગે 10 મહિનાના આ સમયગાળામાં કુલ 2 લાખ 24 હજાર 118 સેમ્પલ લીધાં

જિલ્લામાં લોકડાઉનના સમયમાં અને ત્યારબાદ અનલોકના વિવિધ તબક્કાઓમાં લોકોએ જાગરૂકતા બતાવતાં કોવિડ ગાઈડલાઈન ભંગની પ્રમાણમાં ખૂબ જ ઓછી ફરિયાદો નોંધાઇ હતી. જિલ્લા આરોગ્ય વિભાગે 10 મહિનાના આ સમયગાળામાં કુલ 2 લાખ 24 હજાર 118 સેમ્પલ લીધાં હતાં.તેમાંથી 2 લાખ 18 હજાર 25 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતાં. અને 5815 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.જેમાંથી 5769 લોકોના જીવ બચાવવામાં આરોગ્ય વિભાગને સફળતા સાંપડી છે.જોકે અન્ય 73 વ્યક્તિઓ કમનસીબે કોરોના સામેની લડાઈમાં મોતને ભેટ્યા છે.

જુલાઈ મહિનામાં સહુથી વધુ 37 લોકોના મોત નીપજ્યાં

કોરોનાકાળમાં જિલ્લામાં સહુથી વધુ પડકાર સમયગાળો જુલાઈથી ડિસેમ્બરનો રહ્યો હતો.જ્યારે સહુથી વધુ કેસો આવી રહ્યાં હતાં.સપ્ટેમ્બર મહિનામાં 1536 કેસો અને નવેમ્બરમાં 1218 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતા.કુલ 73 લોકોના મોતના આંકડાઓમાં જુલાઈ મહિનામાં સહુથી વધુ 37 લોકોના મોત નીપજ્યાં હતા.જોકે એ સિવાય એપ્રિલથી જાન્યુઆરી સુધીના કોઈ જ મહિનામાં મૃત્યુ આંક બે આંકડામાં પણ પહોંચ્યો નથી.

14થી 40 વર્ષનાં 2740 યુવાનોને થયો હતો કોરોના

જિલ્લામાં ઉંમરના આધારે કેસોની સંખ્યા જોઈએ તો સહુથી વધુ 14થી 40 વર્ષની વયમર્યાદા ધરાવતા 2740 લોકો સંક્રમિત થયા હતા.જોકે મૃત્યુ આંક જોઈએ તો સહુથી વધુ 61 વર્ષથી વધુની ઉંમરના 39 લોકોનું મોત નીપજ્યું છે.જોકે જાન્યુઆરી મહિનાથી કોરોના કહેર એકદમ ઓછો થઈ જતાં આ મહિનામાં 39 કેસ નોંધાયા છે.જોકે 17 તારીખ થી છેલ્લા ત્રણ દિવસમાં એક પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી.

અનેકવિધ યોજનાઓ થકી કોરોના સામે લડવામાં બનાસકાંઠાને મળી સફળતા

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને રોકવા આરોગ્યતંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોને જિલ્લાની પ્રજાએ પણ સંપૂર્ણ સહયોગ કરતાં જિલ્લામાં હજારો લોકોની જિંદગી બચાવી શકાઈ છે.લોકડાઉન,અનલોક ગાઈડલાઈન,સંજીવની રથ,કોવિડ વિજય રથ વગેરે યોજનાઓનું યોગ્ય અમલીકરણ થવાથી વહીવટીતંત્રને નોંધપાત્ર સફળતા મળી છે.એટલું જ નહીં કોરોના સામેની આ જંગમાં સામાજિક સંસ્થાઓએ પણ વિનામૂલ્યે કોવિડ હેલ્થ સેન્ટરો ઉભા કરી સેંકડો લોકોની જિંદગી બચાવી છે.જિલ્લાની તમામ 28 લાખ પ્રજાએ સહિયારો પ્રયાસ કરતાં તેના સુખદ પરિણામો જોવાં મળ્યાં છે.


ABOUT THE AUTHOR

...view details