બનાસકાંઠા: ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ બનાસકાંઠા જિલ્લામાં છે. અત્યાર સુધી 21 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જિલ્લા મથક પાલનપુર પાસે આવેલું ગઠામણ ગામ કોરોના હોટસ્પોટ બન્યું છે.
બનાસકાંઠા જિલ્લાનું ગઠામણ હોટસ્પોટ તરીકે જાહેર - કોરોના વાઇરસ બનાસકાંઠામાં
બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. જ્યારે પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ કોરના સંક્રમણનું હોટસ્પોટ બન્યું છે.
![બનાસકાંઠા જિલ્લાનું ગઠામણ હોટસ્પોટ તરીકે જાહેર etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6936432-208-6936432-1587809676652.jpg)
બનાસકાંઠા: જિલ્લાનું ગઠામણ હોટસ્પોટ તરીકે જાહેર.
જે પ્રમાણે પાલનપુર ગઠામણ ગામમાં એક બાદ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે પોલીસ તંત્ર તેમજ આરોગ્ય તંત્ર પાસે લોકોની માગ છે કે આ ગામમાં સંક્રમણને અટકાવવા નક્કર પગલાં લેવામાં આવે.