બનાસકાંઠા : ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટના વધી ગઈ છે. જેમાં બહારથી આવતા પ્રવાસીઓ કે અજાણ્યા લોકોને વાહન ચાલકો લૂંટતા હોય તેવી ઘટનાઓ બની રહી છે, ત્યારે પેસેન્જર વાહનમાં બેસતા દરેક લોકો સુરક્ષિત રહે તે માટે ડીસા શહેર પોલીસ દ્વારા દરેક પેસેન્જર વાહનોના ડેટા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ પેસેન્જર ઇક્કો ગાડી અને રિક્ષા ચાલકોના નામ સરનામું તેમજ તેના માલિકની નામ સહિતના તમામ ડેટા ચકાસણી કરી એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ સિવાય તમામ પેસેન્જર વાહનો પર આગળ અને પાછળ નંબરના સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે. જેથી બહારથી આવતા અજાણ્યા લોકો અને પ્રવાસીઓ જે વાહનમાં બેસે છે તે લોકલ છે કે બહારના તેની ખાતરી કરી શકે.
Banaskantha News : ડીસા વિસ્તારમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈને પોલીસનો અનોખો પ્રયોગ - બનાસકાંઠા સમાચાર
ડીસા વિસ્તારમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ કરવામાં આવ્યો છે. જેમાં તમામ ઈક્કો અને રીક્ષા ચાલકોના ડ્રાઈવર સહિતના ડેટા એકત્રિત કરી વાહનો પર ઈમરજન્સી નંબર લગાવવામાં આવી રહ્યા છે.
ડીસા શહેર અને દક્ષિણ પોલીસ દ્વારા પ્રવાસી વાહનોની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે આ વિગતો એકત્ર કરી તમામ પ્રવાસી વાહનોને આગળ અને પાછળ સ્ટીકર લગાવાયા છે. જેથી પ્રવાસી વાહન લોકલ છે કે નહીં તેની ખાતરી કરી યાત્રી સુરક્ષા મહેસુસ કરી શકે.- ડો. કુશલ ઓઝા (ડીસા DYSP)
પોલીસનો નવતર પ્રયોગ :ડીસા DYSP કૌશલ ઓઝા વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે,ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં ડીસા ઉત્તર પોલીસ અને ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ડીસા વિસ્તારમાં ઇકો અને રીક્ષા ચાલુ કોના તમામ ડેટા એકત્ર કરી ડીસા વિસ્તારમાં આવેલા ઇકોના ડ્રાઇવરો પાસેથી તેમનાં અને તેમની ગાડીના તમામ ડેટા મંગાવવામાં આવ્યા છે. દરેક પેસેન્જર ગાડીઓ પર એક સિમ્બોલ લગાવવામાં આવ્યા છે. તેનાથી એ જાણી શકાશે કે, ગુનાહિત પ્રવૃત્તિઓમાં જે ગાડીનો ઉપયોગ થયો છે તે ડીસા વિસ્તારની ગાડી છે કે પછી બહારની તેથી તપાસ કરવામાં સરળતા રહેશે.