પત્નીએ પ્રેમી સાથે મળી પતિની કરી કરપીણ હત્યા ડીસા:બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામે પતિ, પત્ની ઔર વોનો કરુણ અંજામ આવ્યો છે. પત્નીએ પ્રેમી સાથે મળીને પ્રેમમાં નડતર એવા પતિની કરપીણ હત્યા કરી દીધી છે. ભીલડી પોલીસ સ્ટેશને આ હત્યાનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે. પત્ની અને પ્રેમીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
સમગ્ર ઘટનાક્રમ: ડીસાના મુડેઠામાં રહેતા 35 વર્ષીય વિરાજી રાઠોડના લગ્ન સોનલ રાઠોડ સાથે થયા હતા. સોનલને ગામના જ અલ્પેશ રાઠોડ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સોનલ અને અલ્પેશ સાથે રહેવાના સપના જોવા લાગ્યા હતા. જો કે આ બંનેને પોતાના પ્રેમ સંબંધમાં પતિ વિરાજી નડતરરુપ હતા. એક નબળી ક્ષણે બંનેએ પતિ વિરાજીને પતાવી દેવાનું નક્કી કર્યુ. હત્યાના બે દિવસ અગાઉ વિરાજી રાઠોડ પોતાના ખેતરે કામે ગયા હતા. ત્યારે પત્નીનો પ્રેમી અલ્પેશ રાઠોડ બીજા ખેતરમાં સંતાઈને બેઠો હતો. તેણે વિરાજીને જોતા જ તેના પર ધારિયા જેવા તિક્ષ્ણ હથિયારથી જીવલેણ ઘા કરી પતાવી દીધો. લાશને મુડેઠા ગામની સીમમાં ફેંકીને ત્યાંથી નાસી ગયો હતો.
પોલીસ કાર્યવાહી: ભીલડી પોલીસે પ્રથમ અજાણી લાશની ઓળખવિધિ શરુ કરી. પ્રાથમિક તપાસમાં પોલીસને મૃતદેહના શરીર પર ઈજાના નિશાન દેખાતા હત્યાની શંકા ગઈ. પોલીસને મૃતદેહ મુડેઠાના 35 વર્ષીય વિરાજી રાઠોડનું હોવાનું જાણવા મળ્યું. પોલીસે વાલી વારસને આ બાબતની જાણકારી આપી હતી. હત્યાની શંકા હોવાથી ભીલડી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ ગુનો ઉકેલવાનું નક્કી કર્યુ હતું. જેમાં મૃતકની પત્ની પર પોલીસને શંકા ગઈ હતી. પોલીસે પત્ની સોનલ રાઠોડને પોલીસ સ્ટેશન બોલાવ ઉલટ તપાસ કરતા સમગ્ર ભાંડો ફુટી ગયો હતો. ગુનો ઉકેલાતા ભીલડી પોલીસે પત્ની અને હત્યારા પ્રેમીની ધરપકડ કરીને ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી લીધો છે.
મુડેઠા ગામની સીમમાંથી બે દિવસ અગાઉ લાશ મળી હતી. આ અનડિટેક્ટ ગુનાને શોધવા માટે પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. મૃતકની પત્ની એ જ તેના પ્રેમી સાથે મળી હત્યા કરી હતી. જેથી પોલીસે સોનલ રાઠોડ અને તેના પ્રેમી અલ્પેશસંગ રાઠોડની અટકાયત કરી વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે...અક્ષયરાજ મકવાણા(જિલ્લા પોલીસ વડા, બનાસકાંઠા)
- અંજારના 19 વર્ષીય યુવકનું અપહરણ કરી હત્યા કરનારા 2 ઝડપાયા, પોલીસે 350 સીસીટીવી ફૂટેજ ચેક કર્યા
- સામાન્ય બાબતમાં થયેલ ઝધડાનો ખાર રાખી યુવાનની હત્યા