હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ બનાસકાંઠા : જર, જમીન અને જોરૂ એ ત્રણેય કજિયાના છોરું ગુજરાતી આ કહેવત તો તમે સાંભળી જ હશે. ત્યારે બનાસકાંઠામાં જમીનનો એક એવો કજીયો સામે આવ્યો જે કજીયામાં સગા ભત્રીજાએ જ કાકાનું ઢીમ ઢાળી દીધું છે. જો કે હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે હત્યારા લાશને ડેમમાં નાખવા પહોંચ્યાં તો ખરા, પરંતુ લાશ ફેંકી ભાગવા ગયા અને ત્યાં જ થયું એવુ કે આખા હત્યાના ષડયંત્રનો ભાંડો ફૂટી ગયો અને હત્યારા પોલીસને હાથે ઝડપાઈ ગયાં.
પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં એક મર્ડર થયું હતું તેવી પોલીસને જાણ થઈ હતી. ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં અત્યારે આવોને ઝડપી પાડ્યા છે. તેની વિગત એવી છે કે પાલનપુર તાલુકાના સાંગલા ગામે જે આરોપી છે ગોવાભાઈ મોતીભાઇ ભૂતડીયાએ તેમનાં ખેતરમાં રહેતાં ભાગીયા સાથે મળીને તેમના કાકા મૂળજીભાઈને તેમની જમીનના ભાગલાને લઈએ તેમની રસ્સા વડે ગળું દબાવી હત્યા કરી દીધી હતી. આ હત્યાને આત્મહત્યામાં કપાવવા માટે દાંતીવાડા ડેમમાં લાશ ફેંકી દીધી હતી. પરંતુ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમના સગા ભત્રીજા ગોવાભાઇએ તેમની હત્યા કરી છે તેવું જાણવા મળ્યું છે. ત્યારે અત્યારે તો તેમના ભાગિયા અને ગોવાભાઇની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે...જીજ્ઞેશ ગામીત ( નાયબ પોલીસ અધિક્ષક )
જમીનની તકરારમાં કાકાને મોતને ઘાટ ઉતારી દીધાં : મૂળજીભાઈ ભેમાંભાઈ ભૂતડીયા પોતાના ભત્રીજાઓ સાથે પાલનપુરના સાંગલા ગામે ખેતરમાં રહેતા હતાં જો કે તેમના લગ્ન ન થયેલા હોઈ તેમને કોઈ સંતાન ન હતું અને તેને જ કારણે અવારનવાર જમીન મામલે તેમને તેમના ભત્રીજા ગોવા સાથે તકરાર થતી. જો કે ગઈ કાલે ગોવાએ તેના કાકા સાથે તકરાર કરી અને તે બાદ પોતાના જ ખેતરના ભાગીયા તરીકે કામ કરતા ચેલા સકરાભાઈ ભગોરાને સાથે રાખી મૂળજીભાઈને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં.
ભત્રીજાની પત્ની જોઇ ગઇ : કાકાની હત્યા બાદ ભત્રીજો તેમના મૃતદેહને પોતાની સ્કોર્પિયો કારમાં નાખી બહાર જવા નીકળ્યો. જોકે કાકાને બેહોશ હાલતમાં કારમાં નાખતા જોઈ ખેતરમાંથી ગોવાની પત્ની દોડી આવી અને તેને ઘટના અંગે પૂછ્યું તો ગોવાએ કહ્યું કે અવારનવાર જમીન બાબતે કાકો બોલાચાલી કરે છે અને જમીનનો ભાગ આપતા નથી. જેથી એમને પતાવી દીધા છે અને હવે આ લાશ દાંતીવાડા ડેમમાં ફેંકવા જાઉં છું તેમ કહી ગોવો અને તેનો ભાગિયો સ્કોર્પિયો કાર લઇ ડેમમાં લાશ ફેકવા નીકળ્યાં હતાં.
લાશનો નિકાલ કરતાં ઝડપાયાં : ભત્રીજો લાશનો નિકાલ કરવા નીકળ્યો તે સમયે ગોવાનો ભાઈ ચેલાભાઈ ખેતર પર પહોંચી જતા ગોવાની પત્નીએ ઘટનાની જાણ ચેલાભાઈને કરી દીધી. જેથી ચેલાભાઈએ ગોવો કાકાની લાશ દાંતીવાડા ડેમમાં ફેંકે તે પહેલાં જ ઘટનાની જાણ પાલનપુર તાલુકા પોલીસને કરી દેતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ગોવો અને તેનો ભાગિયો જેવા મુળાભાઈની લાશ ડેમના પટમાં ફેંકીને ભાગવા ગયાં ત્યાં પોલીસે ગોવા અને તેના ભાગીયાને રંગેહાથે ઝડપી લઇ બંને સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
- બનાસકાંઠા ન્યૂઝ: પત્નીએ પોતાના બે ભાઈ સાથે મળીને પતિની ઢીમ ઢાળી દીધું, હત્યા બાદ ખેતરમાં દાટી દીધો મૃતદેહ
- Banaskantha Crime News: સામુહિક આત્મહત્યા દુષ્પ્રેરણના બે આરોપીની પોલીસે કરી ધરપકડ, એક જ પરિવારના કુલ 4 સભ્યોએ કરી હતી સામુહિક આત્મહત્યા