બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આ સાથે મોતનો આંકડો પણ એટલો જ તેજ ગતિએ વધી રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં હોસ્પિટલમાં 5 દર્દીઓના મોતની સાથે જિલ્લામાં અત્યાર સુધી કુલ 38 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે.
જિલ્લામાં કુલ 5 કોરોના પોઝિટિવ લોકોના મોત થતા લોકોમાં ફફડાટ ફેલાયો બનાસકાંઠા કોરોના અપડેટ
- સક્રિય કેસ- 107
- કુલ પોઝિટિવ કેસ - 589
- કોરોના પરિક્ષણ - 13,239
- ડિસ્ચાર્જ - 352
- ક્વોરેન્ટાઈન હેઠળ લોકો - 1371
- કુલ મૃત્યુ - 38
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર કોવિડ હોસ્પિટલમાં 5 દર્દીઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં બે કોરોના પોઝિટિવ દર્દી જ્યારે એક શંકાસ્પદ દર્દીનું મોત થયું છે. આ સિવાય ડીસાના બે દર્દીઓ પૈકી એકનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે અન્ય એક વૃદ્ધનું ડીસાની ભણસાલી કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આમ છેલ્લા 24 કલાકની અંદર જ જિલ્લામાં કુલ 5 કોરોના પોઝિટિવ લોકોના મોત થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
છેલ્લા 2 દિવસમાં કોરોનાએ કુલ 5 લોકોનો ભોગ લીધો બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધવાને કારણે આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયું છે અને વધુમાં વધુ લોકોના ટેસ્ટ કરી કોરોના સંક્રમિત દર્દીઓને ડિટેકટ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ સિવાય બનાસકાંઠા જિલ્લાની અંદર અત્યાર સુધી 5 ખાનગી હોસ્પિટલોને પણ કોવિડની સારવાર માટેની પરવાનગી આપી દેવામાં આવી છે. તેમજ હજૂ પણ વધુ હોસ્પિટલો અને હોટલો માટે પણ તંત્ર વિચારી રહ્યું છે, જેના કારણે વધુ દર્દીઓને તાત્કાલિક અને સ્થાનિક ધોરણે સુવિધા મળી રહે અને લોકોને ઝડપી સારવાર આપી કોરોના મહામારીમાંથી બચાવી શકાય છે.
2 દિવસમાં 5 લોકોનો કોરોનાએ લીધો ભોગ