બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2019માં 572 બાળકોના મોત - Collective Health Center
બનાસકાંઠા: ગુજરાત રાજ્યમાં અન્ય જિલ્લાઓની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં બાળમરણનું પ્રમાણ ઘટ્યું હોવાનો તંત્ર દાવો કરે છે. ગત વર્ષ આઠ માસમાં 572 જેટલા બાળકોના મોત થયા છે અને જિલ્લાના 24 સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય તબીબી અધિકારીઓનો જ અભાવ છે.
બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે 572 જેટલા બાળકોના મોત થયા છે. આઠ માસમાં પ્રસૂતિ દરમિયાન અને પેટીમાં સારવાર માટે રાખેલા બાળકોના મોત થયા છે. રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીએ બનાસકાંઠામાં બાળમરણનું પ્રમાણ ઘટ્યું છે. વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો અને અંતરિયાળ એવા બનાસકાંઠામાં આરોગ્ય સેવાઓ પૂરતા પ્રમાણમાં નહી પહોંચતી હોવા છતાં પણ 2018માં અહીં બાળમરણનો આંક 730 હતો. જે 2019માં ઘટીને 572 થયો છે.