ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં દાડમના પાકનો ભાવ ન મળતા ખેડૂતે પાક પર ટ્રેક્ટર ફેરવ્યું - બનાસકાંઠા જિલ્લાનો લાખણી તાલુકો

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના સંક્રમણને કારણે સરકારને લોકડાઉન લંબાવવાની ફરજ પડી છે. ત્યારે ગુજરાતમાં પણ ખેડૂતોને લોકડાઉનના પગલે અર્થતંત્રને થયેલું નુકસાન નડી રહ્યું છે. બનાસકાંઠામાં પણ દાડમની ખેતી કરતા ખેડૂતો મજૂરોની અછત, પોષણક્ષમ ભાવ ન મળવા, નિકાસ બંધ થવી વગેરે જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે લાખણીના એક કંટાળેલા ખેડૂતે વ્યવસ્થિત ભાવ ન મળતા દાડમના છોડ પર ટ્રેક્ટર ફેરવી તેનો પોતે જ પાકનો નાશ કરી દીધો હતો.

બનાસકાંઠામાં દાડમના પાકનો ભાવ ન મળતા ખેડૂતે પાક પર ટ્રેક્ટર ફેરવ્યું
બનાસકાંઠામાં દાડમના પાકનો ભાવ ન મળતા ખેડૂતે પાક પર ટ્રેક્ટર ફેરવ્યું

By

Published : May 14, 2020, 6:41 PM IST

બનાસકાંઠા: ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનો લાખણી તાલુકો એ દાડમની ખેતી માટે માટેનું હબ ગણાય છે અને અહીંની સૂકી ભઠ્ઠ જમીનમાં પણ દાડમની બાગાયતી ખેતી કરી સફળતા હાંસલ કરતાં અહીંના ગેનાજી પટેલને સરકારે પદ્મશ્રી આપી સન્માનિત કર્યા હતા.

બનાસકાંઠામાં દાડમના પાકનો ભાવ ન મળતા ખેડૂતે પાક પર ટ્રેક્ટર ફેરવ્યું

પરંતુ કોરોનાના કહેરથી લાખણી પંથકના દાડમની ખેતી કરતા ખેડૂતોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે, અત્યારે દાડમના બગીચાઓમાં રોપા કટિંગ કરવાનો સમય ચાલી રહ્યો છે, પરંતુ લોકડાઉનની પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશથી દાડમના રોપા કટિંગ માટે મજૂરો મળતા નથી તો બીજી બાજુ દાડમના છોડમાં નાખવામાં આવતા ખાતર અને છંટકાવ કરવામાં આવતી દવાઓ પણ સહેલાઈથી મળતી નથી અને જો મળે તો ઉંચા ભાવ આપવા પડે છે.

એટલું કર્યા બાદ પણ જો દાડમની પેદાશ માટે મજૂરો પાછળ વધુ ખર્ચો અને ઉંચા ભાવ આપીને દવાઓનો છંટકાવ કરીને દાડમનો માલ તૈયાર કરવામાં આવે તો પણ કોરોનાના કારણે આવનાર સમયમાં માર્કેટમાં વેચાણની પરિસ્થિતિમાં સુધાર ન આવે તો રાતા પાણીએ રોવાનો વારો આવે તેમ છે. ત્યારે આવી મુશ્કેલીઓ અને મુંઝવણોના કારણે નાના ખેડૂતોએ દાડમના બગીચાઓ કાપી નાખવાનું શરૂ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details