- રાજ્યામાં સતત ઘટી રહ્યા છે કોરોના કેસ
- બનાસકાંઠાના વેપારીઓએ ધંધો ચાલુ કરવાની કરી માગ
- લોકડાઉનના કારણે વેપારીઓની હાલત બની કફોડી
બનાસકાંઠા: જિલ્લામાં ચાલુ વર્ષે કોરોનાવાયરસની મહામારીના કારણે તમામ ધંધા-રોજગાર બંધ થઈ ગયા હતા ખાસ કરીને છેલ્લા બે વર્ષથી કોરોનાવાયરસની મહામારીના કારણે બનાસકાંઠા જીલ્લાની પરિસ્થિતિ વિકટ થતી જાય છે. ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં સતત વધતા જતા કોરોના વાઇરસના કેસના કારણે રોજે રોજ મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ સામે આવતા હતા જેના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને આ પરિસ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ કરી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું.
અર્થતંત્ર ભાંગી ગયુ
છેલ્લા બે વર્ષથી સતત લગ્નની સિઝનમાં કોરોનાવાયરસ કેસ વધુ પડતાં સામે આવતા વેપારીઓને પોતાના ધંધા-રોજગાર બંધ કરવાની ફરજ પડી હતી અને નાના વેપારીઓની હાલત કફોડી બની હતી જેના કારણે છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લાનું અર્થતંત્ર ખોરવાઈ ગયું હતું.
બનાસકાંઠા: જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો થતા વેપારીઓએ કરી ધંધા શરૂ કરવાની માગ આ પણ વાંચો : કોરોના ઇફેક્ટ: સુરતની 165 કાપડ માર્કેટની 75 હજાર દુકાન આજથી 5 મે સુધી બંધ
ધંધા રોજગાર શરૂ કરવા માંગ
છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણ ઘટયું છે. તેના કારણે વેપારીઓ સરકાર પાસે ધંધા રોજગાર ફરી કાર્યરત થાય તે માટેની માગ કરી રહ્યા છે. છેલ્લા એક માસથી ધંધા-રોજગાર બંધ હોવાથી વેપારીઓને લોનના હપ્તાથી લઈ કર્મચારીઓના પગાર સુધી કરવામાં મુશ્કેલ બન્યા છે. વેપારીઓની માગણી છે કે જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે તો સરકાર વેપારીઓને વેપાર કરવાની પણ પરવાનગી આપે.
બનાસકાંઠા: જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો થતા વેપારીઓએ કરી ધંધા શરૂ કરવાની માગ નાયબ કલેક્ટરને આવેદન પત્ર
વેપાર મંડળ દ્વારા ડીસાના તમામ વેપારીઓ એકત્રિત થઈ ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું આ આવેદનપત્રમાં વેપારીઓએ માગ કરી હતી કે છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે કોરોનાવાઇરસની મહામારીમાં વેપારીઓએ સાથ-સહકાર આપી પોતાના ધંધા-રોજગાર બંધ કર્યા હતા, પણ હવે મોટાભાગના વેપારીઓ છેલ્લા ઘણા સમયથી ધંધા-રોજગાર બંધ હોવાના કારણે બેરોજગાર બન્યા છે. હવે સતત કોરોનાવાઇરસના કેસમાં ઘટાડો થતા તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા વેપારીઓને ધંધા-રોજગાર કરવા છૂટ આપે તેવી માગ કરવામાં આવી હતી.
કોરોના વાઇરસના કેસમાં ઘટાડો
હાલમાં કોરોના કેસમાં સતત ધટાડો થઈ રહ્યો છે. અગાઉ 250 થી 300 જેટલા દર્દીઓ કોરોના પોઝિટિવ આવતા હતાં, જે ઘટીને હવે 90 થી 70 સુધી આવે છે. જીલ્લા આરોગ્ય અધિકારી પણ કોરોનાનું સંક્રમણ ઘટતાં હોવાની વાત સ્વીકારી રહ્યા છે.