ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા ACB ટીમનું સફળ ઓપરેશન, દિયોદર મામલતદાર અને ડ્રાઈવર લાંચ લેતા ઝડપી પાડ્યા - દિયોદર મામલતદાર

બનાસકાંઠા: જિલ્લાના દિયોદર મામલતદાર કચેરીમાં મંગળવારે બનાસકાંઠા ACB ટીમે સફળ ઓપરેશન પૂરું પાડ્યું હતું. જેમાં દિયોદર મામલતદાર અને ડ્રાઇવર ફરિયાદી પાસે 25 હજારની માગણી કરતા ACBની ટીમે મામલતદાર અને ડ્રાઈવરને રંગે હાથ ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી છે.

Banaskantha
બનાસકાંઠા ACB ટિમનું સફળ ઓપરેશન, મામલતદાર અને ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયા

By

Published : Jan 8, 2020, 7:21 AM IST

દિયોદરના એક જાગૃત નાગરિકે ACB કચેરીએ ફરિયાદ કરી હતી કે, પોતાની માલિકીની ટર્બો ગાડી ધારવે છે અને અવાર નવાર તેનો ઉપયોગ રોડના કામમાં રેતી અને કપચીની હેરાફેરી માટે ગાડીનો ઉપયોગ થતો હતો. દિયોદર મામલતદાર પી.એસ.પંચાલ અને એકિઝક્યુટિવ મેજિસ્ટ્રેટ દિયોદરને માસિક હપ્તોના આપતા તેની અવાર નવાર ગાડી રોકાવી ગાડી ડિટેન કરવાની ધમકી આપતા હતા. જેને લઈ દીયોદરનો ફરિયાદી લાંચ ન આપવા માંગતા હોઈ આજરોજ પાલનપુર બનાસકાંઠા ACB કચેરી ખાતે ફરિયાદ આપી હતી. જે મામલે બનાસકાંઠા ACB પી.આઈ કે જે પટેલ પોતાની ટીમ દ્વારા દિયોદર મામલતદાર કચેરી ખાતે વોચ ગોઠવી હતી.

ફરિયાદી જાગૃત નાગરિક પાસે ડ્રાઈવરે 25 હજારની રકમ સ્વીકારતા બનાસકાંઠા ACB ટીમે રંગે હાથ ઝડપી લઇ મામલતદાર અને ડ્રાઈવર પુનાભાઈ ગાંડાભાઈ ઠાકોર અને કરાર આધારિત સરકારી વાહન બંનેને ઝડપી લઇ પૂછપરછ માટે દિયોદર આરામ ગૃહ ખાતે લાવવામાં આવ્યા હતા. અને મોડા સમય સુધી બને લાંચિયા અધિકારીની પૂછપરછ ચાલી હતી.

મામલતદારના કહેવા થી ડ્રાઈવરે લાંચની રકમ સ્વીકારી

ACBની ટીમના સફળ ઓપરેશનમાં ACB ટીમે મામલતદાર સરકારી ગાડીના ડ્રાઈવર પુનાભાઈ ગાડાંભાઈ ઠાકોરને 25 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો. જો કે, ડ્રાઈવરે મામલતદાર પી.એસ.પંચાલના કહેવા પ્રમાણે રકમ સ્વીકારી હોવાનું બહાર આવ્યું હતું.

મામલતદાર અને ડ્રાઈવરને દિયોદર આરામ ગૃહ ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા, ત્યારે અનેક રાજકીય આગેવાનોના આંટાફેરા આરામ ગૃહ ખાતે જોવા મળી આવ્યા હતા. જેને લઇ અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details