ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં ગુજરાત સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરાઇ - corona virus lock down in gujarat

બનાસકાંઠામાં ગુજરાત સ્થાપના દિનની શિક્ષક મંડળી દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતનાં કર્મયોગીઓને કોરોના વાઇરસ સામે રક્ષણ મળી રહે તે માટે થર્મલ ગન, માસ્ક અને સેનેટાઇઝર આપવામાં આવ્યું હતું.

etv bharat
બનાસકાંઠા: લોકડાઉનમાં ગુજરાતના સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

By

Published : May 1, 2020, 5:02 PM IST

બનાસંકાઠા : સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી સામે મહાજંગ રહી છે. ત્યારે આ મહામારી અને લોકડાઉનના સમયમાં 1 મે ગુજરાત સ્થાપના દિનની પણ અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

બનાસકાંઠા: લોકડાઉનમાં ગુજરાતના સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

જેમાં જિલ્લા શિક્ષક સરાફી મંડળીના ચેરમેન સંજયભાઈ દવે દ્રારા કોરોનાની મહામારીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના કર્મયોગીઓને કોરોનાથી રક્ષણ મળી રહે તે માટે શુ કરી શકાય તે માટે વિચાર આવ્યો હતો. ત્યાર બાદ તેમણે જિલ્લા વિકાસ અધિકારી અજય કુમાર દહિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની તમામ શાખાઓના કર્મયોગીઓને વ્યક્તિદીઠ સેનેટાઈઝર અને માસ્કનું વિતરણ કર્યુ હતું.

બનાસકાંઠા: લોકડાઉનમાં ગુજરાતના સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

તેમજ જિલ્લા પંચાયત કચેરીમાં પ્રવેશનાર તમામ વ્યક્તિના શરીરનું તાપમાન માપી આગમચેતીની કાર્યવાહી કરી શકાય તે માટે બોડી ટેમ્પરેચરની ચકાસણી કરવા માટે એન્ટ્રી પર થર્મલ ગન આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details