બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં 25 એપ્રિલે એક સાથે કોરોના વાઇરસના 8 કેસ સામે આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવ લોકોનો આંક 29 પર પહોંચ્યો છે. જેમાં 29માંથી સૌથી વધુ 21 દર્દીઓ માત્ર ગઠામણ ગામમાંથી મળી આવતા આ ગામ કોરોના સુપર હોટસ્પોટ બની ગયું છે.
બનાસકાંઠાના ગઠામણ ગામમાંથી એક જ દિવસમાં કોરોનાના 8 કેસ પોઝિટિવ નોંધાયા - Banaskantha Korona News
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં 25 એપ્રિલે એક સાથે કોરોના વાઇરસના 8 કેસ સામે આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવ લોકોનો આંક 29 પર પહોંચ્યો છે. જેમાં 29માંથી સૌથી વધુ 21 દર્દીઓ માત્ર ગઠામણ ગામમાંથી મળી આવતા આ ગામ કોરોના સુપર હોટસ્પોટ બની ગયું છે.
જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ બનાસકાંઠા જિલ્લામાં નોંધાયા છે. ત્યારે 25 એપ્રિલના રોજ ફરી પાલનપુરના ગઠામણ ગામે વધુ 8 કેસો સામે આવતા જિલ્લામાં કુલ 29 કેસ થઈ ગયા છે.
ગઠામણ ગામમાં પ્રથમ પ્રોઝિટીવ કેસ 13 તારીખે જયંતીભાઈ પરમાર નામના 55 વર્ષીય વ્યક્તિનો આવ્યો હતો ત્યાર બાદ એક પછી એક સંક્રમણ થતા અત્યાર સુધી 21 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેના કારણે જિલ્લામાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. જિલ્લા મથક પાલનપુર પાસે આવેલું ગઠામણ ગામ કોરોના સુપર હોટસ્પોટ બન્યું છે. સૌ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ વાળા દર્દીએ કોરોન્ટાઇનનું પાલન નહીં કરતા અને ગામમાં પત્તા રમતા કે બેસણામાં જઇ વધુ ને વધુ લોકોને તેનો ચેપ લગાડ્યો હોવાના કારણે આ ગામ આજે કોરોનાગ્રસ્ત બની ગયું હોવાનું આરોગ્ય વિભાગ માની રહ્યું છે. જે પ્રમાણે પાલનપુર ગઠામણ ગામમાં એક બાદ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. તેના કારણે આરોગ્યની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. સરકાર, પોલીસ તંત્ર તેમજ આરોગ્ય તંત્ર તમામ કામગીરી કરી રહ્યા છે. તેમ છતાં કેસોમાં સતત વધારો થતા લોકોની માગ છે કે, આ ગામમાં જે પ્રકારે કોરાના સંક્રમણના કેસ વધી રહ્યા છે તેને અટકાવવા નક્કર પગલાં ભરવામાં આવે.