ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં OBC, ST, SCની ન્યાય યાત્રા શરૂ, રેલીનું આયોજન કરાયું - Formation of rally at Thara of Kankraj

બનાસકાંઠા જિલ્લામાં અનામત માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર સમાજના નવઘણજી ઠાકોરે ન્યાય માટે આ લડત શરૂ કરી છે. જેમાં ઓછા લોકો આ ન્યાયની લડતમાં જોડાતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.

banskatha
બનાસકાંઠામાં સમાજના ન્યાયની લડત કાર્યક્રમનો થયો ફિયાશકો

By

Published : Feb 16, 2020, 7:41 PM IST

બનાસકાંઠામાં કાંકરેજના થરા ખાતે OBC, SC અને ST સમાજની બહેનોને ન્યાય અપાવવા માટે નવઘણજી ઠાકોર દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. ટોટાણા ખાતે સદારામ બાપાના આશ્રમેથી શરૂ થયેલી આ યાત્રા ઉત્તર ગુજરાતમાં અનેક ગામોમાં ફરી લોકોમાં જાગૃતિ લાવશે.

બનાસકાંઠામાં સમાજના ન્યાયની લડત કાર્યક્રમનો થયો ફિયાશકો

જો સરકાર OBC, SC અને ST સમાજ માટે બનાવેલ કાળા કાયદા સમાન કરેલા નિર્ણયનો પરિપત્ર રદ નહીં કરે તો આગામી સમયે આ સમાજના તમામ લોકો ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરશે. જો કે, નવઘણજી ઠાકોરની આ ન્યાય યાત્રામાં માત્ર 70થી 80 જેટલા જ લોકો જોડાતા તેમની યાત્રાનો ફિયાસ્કો થયો છે.

બનાસકાંઠામાં સમાજ ન્યાયની લડત કાર્યક્રમનો થયો ફિયાશકો

પછાત વર્ગની બહેનોના હિત માટે શરૂ કરેલી આ યાત્રાની સાથે-સાથે અલ્પેશ ઠાકોરે પણ તેનું સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે. તેમ નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું. જે લોકો સમાજના હિતના પડખે નહિ રહે, તેઓને આગામી 2022ની ચૂંટણીમાં સમાજ તેઓની સામે મધ ઉદાડશે તેમ પણ જણાવ્યું હતું. સાથે-સાથે તેમની લડાઈ જ્યારે અંતિમ તબક્કામાં પહોંચી છે. ત્યારે કોઈએ રાજકીય રોટલો શેકવા માટે આવું નહિ તેમ પણ જણાવી અલ્પેશ ઠાકોર પર પ્રહારો કર્યા હતા.

ગુજરાત સરકારે OBC, SC અને ST સમાજ માટે કાળો કાયદો લાવ્યા તેના વિરોધમાં ન્યાયયાત્રા રેલી યજી હતી. ગુજરાતની સ્થિતિ એક બાજુ અમિર અને એક બાજુ ગરીબ જેવી છે, પૈસાદાર લોકો સરકારને બ્લેકમેલ કરે છે, સરકાર જીઆર રદ નહીં કરે તો વિધાનસભાનો ઘેરાવો કરીશું, જે પાર્ટીના ગુલામ છે.

અમારા સમાજની વાત નથી સાંભળી તેને અમે 2022માં ભમર મધ ઉડાડીશું, અલ્પેશ ઠાકોરનું સ્ટેન્ડ ક્લિયર નથી, અમારે હવે અમારી લડાઈ એન્ડ તબક્કામાં આવી છે, ત્યારે કોઈ રાજકીય રોટલો શેકવા ના આવે. નવઘણજી ઠાકોરની આયાત અને સમર્થન આપવા માટે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મમતા સોની પણ જોવાઈ હતી. જુગતે પોતે માત્ર કલાકાર જ છે અને લોકોને મનોરંજન આપવા માટે આવી હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details