બનાસકાંઠાઃ કાળ બનેલા કોરોના વાઈરસ સામેની લડત માટે દેશમાં લોકડાઉન જાહેર કરાયું હતું. તે દરમિયાન જે-તિ વિસ્તારમાં ફસાયેલા મજૂરો અને જરૂરિયાતમદ લોકોને મદદ પહોંચાડવા માટે તંત્ર દ્વારા સેવા પૂરી પાડવામાં આવી રહી છે. સમાજિક સંસ્થા સહિત સામન્ય લોકો પણ પોતાનાથી બનતી મદદ કરી રહ્યાં છે.
બનાસ મંડળે મુખ્યમંત્રી રાહત ફંડમાં બે લાખ રૂપિયાનું યોગદાન આપ્યું - Banas Mandal contributed two lakhs to the Chief Minister's Relief Fund
વૈશ્વિક મહામારીનો કોરોનાનો સામનો કરવા દેશ એકજૂથ થયો છે. સૌ કોઈ પોતાનાથી મદદ જરૂરિયાતમંદ લોકો સુદી પહોંચાડી રહ્યાં છે. જેમાં બનાસકાંઠાની બનાસ મંડળ સંસ્થાએ પણ ફાળો આપ્યો છે. રાજ્યસરકારના મુખ્યપ્રધાન ફંડમાં બે લાખ રૂપિયાનું યોગદાન આપી પોતાની જવાબદારી નિભાવી છે.
![બનાસ મંડળે મુખ્યમંત્રી રાહત ફંડમાં બે લાખ રૂપિયાનું યોગદાન આપ્યું banaskatha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6738742-202-6738742-1586517437617.jpg)
બનાસકાંઠાની સામાજિક સંસ્થા શ્રી બનાસ મંડળના સંતો દ્વારા પણ બે લાખ રૂપિયાની યોગદાન કરાયું છે. રાજ્ય સરકારના પ્રયાસોને બળ આપવા માટે મુખ્યપ્રધાન રાહત ફંડમાં આ સંસ્થાએ દાન આપ્યું છે. સંસ્થાના હરગંગેશ્વર હાથીદરાના જાણીતા સંત દયાલ પુરીજી મહારાજ, રાજેન્દ્રભાઈ જોષી વગેરે સંતોની હાજરીમાં બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેને રૂપિયા 2.01000 લાખનો ચેક આપ્યો હતો.
આમ, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ નાત-જાતના વાડાને મૂકીને લોકોની મદદ માટે આગળ આવી રહ્યાં છે, ત્યારે દેશમાં સૌનો સાથ સૌના વિકાસની વાત ખરેખર સાર્થક થતી જોવા મળી રહી છે.