ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના મધનું હવે અમૂલ બ્રાન્ડિંગ થયું, વિશ્વના બજારોમાં વેચાણ થશે - Bee keeping

બનાસકાંઠાનું મધ (Honey) હવે અમૂલ બ્રાન્ડ હેઠળ વિશ્વ બજારમાં વેચાશે. દિલ્હીમાં કેન્દ્રીયપ્રધાનના હસ્તે આજે અમૂલ બ્રાન્ડના મધનું (Amul Brand Honey) લોન્ચિંગ કરવામાં આવ્યું. જે મધનું હવે વિશ્વના બજારમાં વેચાણ થશે.આજે કેન્દ્રીયપ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા આજે અમૂલ બ્રાન્ડના મધનું વર્ચ્યુઅલ લોન્ચિંગ થયું હતું.

બનાસકાંઠાના મધનું હવે અમૂલ બ્રાન્ડિંગ થયું, વિશ્વના બજારોમાં વેચાણ થશે
બનાસકાંઠાના મધનું હવે અમૂલ બ્રાન્ડિંગ થયું, વિશ્વના બજારોમાં વેચાણ થશે

By

Published : Sep 28, 2021, 8:56 PM IST

  • બનાસડેરી વેચશે જિલ્લાનું મધ
  • બનાસનું મધ અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાશે
  • વિશ્વના બજારોમાં વેચવા આજે થયું લોન્ચિંગ
  • જિલ્લામાં અનેક ખેડૂતો મધ ઉછેર કેન્દ્ર સાથે જોડાયેલા છે

બનાસકાંઠાઃ વર્ષોથી અતિ પછાત ગણાતો જિલ્લો હવે પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. ખાસ કરીને ખેડૂતો ખેતીની સાથે સાથે અનેક વેચાણ સાથે જોડાઈ અને લાખો કરોડોની કમાણી કરી રહ્યાં છે. વર્ષોથી જિલ્લાના ખેડૂતો માત્ર ખેતી આધારિત જ હતાં પરંતુ જેમ જેમ ટેકનોલોજીનો લાભ મળી રહ્યો છે તેમ તેમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ટેકનોલોજીથી ખેતીની સાથોસાથ અન્ય વ્યવસાય સાથે પણ કમાણી કરતાં નજરે પડી રહ્યાં છે.


બનાસકાંઠા જિલ્લામાં મધ ઉછેર કેન્દ્ર
આમ તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી સાથે જોડાયેલા ખેડૂતો પશુપાલનની સાથોસાથ અન્ય વ્યવસાય સાથે જોડાઈ વર્ષે લાખો કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. જિલ્લામાં હાલ ઘણાં ખેડૂતો પોતાની ખેતીની સાથોસાથ મધમાખી ઉછેર (Bee keeping) તરફ વળ્યાં છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મધમાખી વ્યવસાય તરફ જવા માટે આહવાન કરતાં ખેડૂતો ખેતીની સાથોસાથ મધમાખી વ્યવસાય સાથે જોડાયાં છે. બનાસડેરી દ્વારા જે ખેડૂત ખેતીની સાથોસાથ મધમાખી વ્યવસાય સાથે જોડાય છે તેમને મધમાખી બોક્સ અને સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત મધમાખી ઉછેર કરવા માટે ડેરીમાં એક મહિના સુધી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો મધમાખી ઉછેર કેન્દ્ર તરફ વળ્યાં છે અને જેમાંથી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.

કેન્દ્રીયપ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા આજે અમૂલ બ્રાન્ડના મધનું લોન્ચિંગ થયું
બનાસનું મધ વિશ્વના બજારોમાં વેચાણ થશેબનાસકાંઠા જિલ્લામાં શ્વેતક્રાંતિ બાદ હવે સ્વીટક્રાંતિ થઈ રહી છે. લોકો ખેતી અને પશુપાલન સાથે મધમાખી ઉછેર (Bee keeping) પણ કરી રહ્યાં છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં મધનું (Honey) વિપુલ માત્રામાં ઉત્પાદન થઈ રહ્યું છે. અગાઉ બનાસ ડેરી બનાસ પ્રોડક્ટ હેઠળ મધનું વેચાણ કરતાં હતાં. પરંતુ હવે બનાસનું મધ અમૂલ બ્રાન્ડ (Amul Brand Honey) હેઠળ વિશ્વના બજારમાં વેચાણ થશે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 5000 મધ પેટી દ્વારા મધ એકત્ર કરવામાં આવી રહ્યું છે. જેના પ્રોસેસિંગ માટે બનાસ ડેરી દ્વારા પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ બનાસ ડેરીમાં દૂધ ભરાવવામાં વડગામની મહિલાનો પ્રથમ નંબર, વર્ષે 1 કરોડ રૂપિયાથી પણ વધુને કરે છે કમાણી

આ પણ વાંચોઃ વડોદરામાં મધ 30થી વધુ પરિવારમાં મીઠાશ લાવશે

ABOUT THE AUTHOR

...view details