ધાનેરા તાલુકામાં અનેક આંગણવાડી કેન્દ્રો કોઇ કારણોસર ચર્ચામાં રહેતા હોય છે. સરકાર લાખો રૂપિયા ખર્ચીને પૌષ્ટિક ભોજન આપવાનો પ્રયત્ન કરી રહી છે, પણ બાળકોના ભાગનો ખોરાક પણ મોટા ભાગે બારોબાર સગેવગે થતો હોય છે. જો વાત કરવામાં આવે ધાનેરામાં આવેલી બારોટવાસ પાસે આંગણવાડીની તો બાળકોને નાસ્તામાં આપવામાં આવેલા ચણા સડેલા અને જીવાત વાળા હોવાથી બાળકોના વાલીઓએ આજે કેન્દ્ર પર હોબાળો કર્યો હતો અને આવા ખોરાક ખાવાથી બાળકો બીમાર પડવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આંગણવાડીમાં ભૂલકાઓના ભોજનમાં જીવાત નીકળી, વાલીઓએ મચાવ્યો હોબાળો - Anaganvadi kendra
બનાસકાંઠાઃ આંગણવાડીમાં બાળકો માટે લાખો રૂપિયા ખર્ચીને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે. પરંતુ જિલ્લાની ધાનેરાની આંગણવાડી કેન્દ્રમાં ખોરાકમાં જીવાત નીકળતા વાલીઓ હોબાળો મચાવ્યો હતો.
![આંગણવાડીમાં ભૂલકાઓના ભોજનમાં જીવાત નીકળી, વાલીઓએ મચાવ્યો હોબાળો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3838026-thumbnail-3x2-ekfh.jpg)
જ્યારે આ બાબતે કેન્દ્રની બાળકોને તેડાગર બહેનને પૂછતાં તેમએ જણાવ્યું કે, જીવાતવાળું અનાજ હોય છે. જ્યારે સંચાલકે મીડિયાને જણાવ્યું હતું કે, અનાજ સાફ કરવાની અને રાંધવાની જવાબદાર તેડાગરની છે. જેમણે ધ્યાન ન રાખતા આ સમગ્ર મામલો બન્યો છે.
ધાનેરા તાલુકામાં સુપરવાઈઝર મંજુલાબેન ભાટિયાના તાબા હેઠળ આ આંગણવાડી કેન્દ્ર ચાલી રહ્યું છે, પણ સુપરવાઈઝરની નિરસ્તાના કારણે બાળકોને અખાદ્ય જથ્થો પીરસાઇ રહ્યો છે. જો સીધી વાત કરવામાં આવે તો, સુપરવાઈઝર કડક હાથે કામ લે તો, આવી બનતી ઘટના નિવારી શકાય તેમ છે. આ બાબતની તાપસ કરીને સુપરવાઈઝર ક્યારે પદવા ભરશે તે પછી ભેદી મૌન ધારણ કરીને બાળકોને ભગવાન ભરોસે મૂકી દેવાશે તે તો આવનારો સમય જ બાતવશે.