ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં કોરોના સંક્રમણ અટકાવવા લોકોમાં જાગૃતિ માટે રેલી યોજાઈ - બનાસકાંઠા કોરોના

બનાસકાંઠામાં કોરોના સંક્રમણથી લોકોને સુરક્ષિત રાખવા જન-જાગૃતિ વધારવી ખુબ જ જરૂરી છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે માટે ઈન્ડિયન મેડિકલ એસોસીએશન અને ડોક્ટર એસોસિએશન દ્વારા પાલનપુર શહેરમાં રેલી સ્વરૂપે ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. સાંસદ પરબત પટેલે જોરાવર પેલેસથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

બનાસકાંઠામાં કોરોના સંક્રમણ અટકાવવા લોકોમાં જાગૃતિ માટે રેલી યોજાઈ
બનાસકાંઠામાં કોરોના સંક્રમણ અટકાવવા લોકોમાં જાગૃતિ માટે રેલી યોજાઈ

By

Published : Nov 28, 2020, 10:14 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના અટકાવવા આરોગ્ય વિભાગ મેદાનમાં
  • કોરોના સંક્રમણ અટકાવવા યોજાઈ ફ્લેગમાર્ચ
  • IMA અને ડોક્ટર્સ એસોસિએશન દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન


બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના સંક્રમણથી લોકોને સુરક્ષિત રાખવા જન-જાગૃતિ વધારવી ખુબ જ જરૂરી છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે માટે ઈન્ડિયન મેડિકલ એસોસીએશન અને ડોક્ટર એસોસિએશન દ્વારા પાલનપુર શહેરમાં રેલી સ્વરૂપે ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. સાંસદ પરબત પટેલે જોરાવર પેલેસથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના અટકાવવા આરોગ્ય વિભાગ મેદાનમાં

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં જિલ્લામાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં રોજના 70 થી પણ વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે. લોકજાગૃતિ માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત લોકોને સમજણ આપવામાં આવી રહી છે. તેમ છતાં પણ લોકો હજુ સરકારની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં જો લોકો પોતાનું ધ્યાન નહીં રાખે તો હજુ પણ કોરોના કેસમાં વધારો થાય તો નવાઇ નહીં.

બનાસકાંઠામાં કોરોના સંક્રમણ અટકાવવા લોકોમાં જાગૃતિ માટે રેલી યોજાઈ
કોરોના સંક્રમણ અટકાવવા ફ્લેગ માર્ચ યોજાઈકોરોના મહામારી સમગ્ર વિશ્વમાં પ્રસરી છે. ભારતમાં સરકારના વિરાટ પ્રયાસો અને પ્રચંડ જનસહયોગને લીધે પરિસ્થિતિ કન્ટ્રોલમાં છે. ત્યારે પાલનપુરમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન અને ડોક્ટર્સ એસોસિએશન દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ હતી. જેમાં તમામ ડોક્ટરો PPE કીટ પહેરીને ફ્લેગમાર્ચમાં જોડાયા હતા. આ ફલેગમાર્ચ દ્વારા પાલનપુરના મુખ્ય શહેરો પર ફરી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતા. જ્યાં સુધી કોરોનાની રસી નથી શોધાઈ ત્યાં સુધી લોકો મસ્ક પહેરે અને ચુસ્ત સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે તે માટે લોકોને સમજાવ્યા હતા. આ ફ્લેગ માર્ચને બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details