ગુજરાત

gujarat

ETV Bharat / state

જીવના જોખમે કામ કરતા ડૉક્ટર્સ જ જીવનું જોખમ, ડીસામાં ડૉકટર પર હુમલો

ડીસામાં અસામાજિક તત્ત્વો દ્વારા ખાનગી હોસ્પિટલના ડૉક્ટર પર જીવલેણ હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. આજ રોજ ડીસા શહેરના ગાયત્રી મંદિર પાસે અસામાજિક તત્વો દ્વારા ખાનગી હોસ્પિટલના ડૉક્ટર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ડૉક્ટરને નાની-મોટી ઇજાઓ થતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

attract on doctor in disa
ડોક્ટર પર જીવલેણ હુમલો

By

Published : Jun 21, 2020, 10:36 PM IST

બનાસકાંઠાઃ હાલમાં સમગ્ર ભારત દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. કોરોના વાઇરસની આ મહામારીમાં લોકો સુરક્ષિત રહે તે માટે ડૉક્ટર્સ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કોરોના વાઇરસની આ લડાઈમાં ડૉક્ટર્સ દર્દીઓને સાજા કરવા માટે ઈલાજ કરી રહ્યા છે પરંતુ રવિવારે પણ એવી અનેક ઘટનાઓ સામે આવે છે કે, જેનાથી આમ જનતાને નીચું જુકવું પડે.

ડીસામાં ડૉકટર પર હુમલો

બનાસકાંઠા જિલ્લામાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અસામાજીક તત્વોને જાણે પોલીસનો કોઇ પણ જાતનો ડર ન હોય તેમ આમ જનતા પર અવાર-નવાર જીવલેણ હુમલાઓ કરી રહ્યા છે. ત્યારે રવિવારે ડીસા શહેરમાં ડૉક્ટર પર થયેલા હુમલાની ઘટના બાદ સ્પષ્ટપણે કહી શકાય કે, બનાસકાંઠા જિલ્લો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય. આ ઘટના છે ડીસા શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલ ડૉક્ટર હાઉસમાં અસામાજિક તત્વો દ્વારા એક ખાનગી હોસ્પિટલના ડૉક્ટર નજીવી બાબતમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ અસામાજિક તત્વો દ્વારા અવાર-નવાર અનેકવાર ડૉક્ટર હાઉસના અનેક ડૉક્ટર્સ પાસેથી ધાક-ધમકી આપી પૈસા ઉઘરાવવામાં આવે છે.

ડીસામાં ડૉકટર પર હુમલો

આ બાબતે બે દિવસ અગાઉ ખાનગી હોસ્પિટલના ડૉક્ટર સહદેવ દ્વારા તેમની હોસ્પિટલ પર અસામાજિક તત્વો દ્વારા ધમકીઓ આપવામાં આવતા પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી. જેથી અસામાજિક તત્વ આ અરજી કર્યા બાદ ડૉક્ટર સહદેવની વોચ ગોઠવી હતી. જે બાદ ખાનગી હોસ્પિટલના ડૉક્ટર સહદેવ પોતાની હોસ્પિટલનું કામકાજ પતાવી ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં અસામાજિક તત્વોએ તેમની પર જીવલેણ હુમલો કર્યો હતો. સદનસીબે સહદેવભાઈનો હોસ્પિટલનો સ્ટાફ હાજર હોવાના કારણે તેમને બચાવી લીધા હતા. આ ઘટનામા ઘાયલ સહદેવને નાની-મોટી ઈજાઓ થતા તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જીવના જોખમે કામ કરતા ડૉક્ટરોને જ જીવનું જોખમ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી જવા પામ્યો છે. અસામાજિક તત્વો દ્વારા કયાંક પૈસા ઉઘરાવવા તો ક્યાંક દાદાગીરી કરી લોકો પર લૂંટ ચલાવી હુમલાઓ કરવામાં આવે છે. પોલીસ પણ આ બાબતે આજ દિન સુધી આવા અસામાજીક તત્વોને પાઠ ભણાવવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે ડીસા શહેરમાં પણ અવારનવાર અસામાજિક તત્વો દ્વારા ડૉક્ટરો પર જીવલેણ હુમલો કરવામાં આવે છે. અનેકવાર અસામાજિક તત્ત્વોના વિરોધમાં ફરિયાદ અને અરજીઓ કરી હોવા છતાં પોલીસને કયા ગ્રહો નડે છે કે, આવા અસામાજીક તત્વોને પકડવામાં નિષ્ફળ છે. જો પોલીસ દ્વારા આવા અસામાજીક તત્વો સામે કડક વલણ અપનાવી યોગ્ય સજા કરવામાં આવે તો અવારનવાર બંટી મારા મારણની ઘટનાઓ અટકી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details