ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા: વડગામ તાલુકાના રજોસણા ગામમાં જમીન વિવાદ અંગે બે શખ્સ પર હુમલો

બનાસકાંઠાના વડગામ તાલુકાના રજોસણા ગામમાં બે લોકો પર ગામના જ લોકોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ છાપી પોલીસ મથકે નોંધાઇ છે. વડગામ તાલુકાના રજોસણા ગામે રહેતા જયંતીભાઈ દરજી પોતાના ખેતરમાં ટ્રેક્ટર લઇ ખેડવા માટે જતાં ગામના કેટલાક ઇસમોએ રોક્યા હતા. જ્યાં કેમ અહીં આવો છો તેવું કહી અચાનક ઉશ્કેરાઇ જઇ તેમના પર હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં લખાવ્યું છે. આ સાથે જ પરિવારના લોકોને ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડગામ તાલુકાના રજોસણા ગામમાં જમીન વિવાદ અંગે બે શખ્સ પર હુમલો
વડગામ તાલુકાના રજોસણા ગામમાં જમીન વિવાદ અંગે બે શખ્સ પર હુમલો

By

Published : Dec 8, 2020, 11:25 AM IST

  • વડગામમાં જમીન વિવાદ અંગે ઘર્ષણ
  • રજોસણા ગામમાં બે લોકો પર તીક્ષ્ણ હથિયારો વડે થયો હુમલો
  • 6 લોકો સામે નોંધાઈ ફરિયાદ
    વડગામ તાલુકાના રજોસણા ગામમાં જમીન વિવાદ અંગે બે શખ્સ પર હુમલો

બનાસકાંઠા: વડગામ તાલુકાના રજોસણા ગામે એક પરિવાર ઉપર ગામના લોકોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. મૂળ રજોસણાના પણ હાલ પાલનપુર, ઢુંઢીયાવાડી ખાતે રહેતાં મુકેશભાઇ જયંતિભાઇ દરજી ગત દિવસોએ પોતાના વતનમાં આવેલા ખેતરમાં ગયા હતા. જ્યાં ગામના મોહમંદ હનીફભાઇ ઇબ્રાહિમ માંકણોજીયાએ તેમની પાસે આવીને કહ્યું કે, તમે અહી ખેતરમાં કેમ આવો છો, આ ખેતર અમારૂં છે. આથી ફરિયાદીએ કહ્યું કે આ ખેતર અમારૂ હોવાથી અમે અહીં વાવેતર કરવા આવ્યા છીએ. આ દરમિયાન હનીફભાઇ પોતાના ઘરેથી તેમના દીકરા સહિત લોકો સાથે હાથમાં ધારીયું અને લાકડી જેવા હથિયારો લઇ આવી પહોંચ્યા હતા. અને ફરિયાદીને અપશબ્દો બોલી માર મારવા લાગ્યા હતા. જે બાદમાં ફરિયાદીએ બુમાબુમ કરતાં આસપાસથી પરિવારજનો દોડી આવતાં તેમને પણ માર માર્યો હતો. આ તરફ હવે પછી ખેતર બાજુ આવ્યા છો તો તમો બધાને જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપતાં દરમ્યાન ફરીયાદી સહિતના ખુલ્લાં ખેતરમાં ભાગી ગયા હતા

વડગામ તાલુકાના રજોસણા ગામમાં જમીન વિવાદ અંગે બે શખ્સ પર હુમલો
વડગામ તાલુકાના રજોસણા ગામમાં જમીન વિવાદ અંગે બે શખ્સ પર હુમલો
વડગામ તાલુકાના રજોસણા ગામમાં જમીન વિવાદ અંગે બે શખ્સ પર હુમલો
ઘાયલોને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ખસેડાયાઆ મારામારીની ઘટનામાં આ તરફ ફરિયાદીના નાના ભાઇને વાતની ખબર પડતાં તેમણે 108ને ફોન કરી બોલાવી હતી. જે પછી ફરિયાદી સહિત લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ફરિયાદીને નાક ઉપર વધુ વાગ્યું હોવાથી હાલ તેમની સારવાર ચાલુ છે. હુમલાની ઘટનાને લઇ મુકેશભાઇએ 6 લોકોના નામજોગ અને અન્ય પંદરેક વ્યક્તિના ટોળાં સામે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે IPCની કલમ 143, 147, 148, 149, 323, 324, 294(b), 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડગામ તાલુકાના રજોસણા ગામમાં જમીન વિવાદ અંગે બે શખ્સ પર હુમલો
વડગામ તાલુકાના રજોસણા ગામમાં જમીન વિવાદ અંગે બે શખ્સ પર હુમલો

ABOUT THE AUTHOR

...view details