બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના રાછેણા ગામમાં કુરીબેન પ્રજાપતિ અને તેમના પતિ મોનાભાઈ પ્રજાપતિ ખેત મજુરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે તેમની મિલકત પડાવી લેવા માટે તેમના જ પિતરાઈ ભાઈઓ દ્વારા તેઓને અવારનવાર હેરાન કરવામાં આવતા હતા. તે દરમિયાન બુધવારે બપોરના સમયે આ વૃદ્ધ દંપતી પોતાના ખેતરમાં એકલા કામ કરી રહ્યાં હતા.
બનાસકાંઠામાં જમીન વિવાદમાં પિતરાઈ ભાઈઓએ વૃદ્ધ દંપતી પર કર્યો હુમલો - gujaratinews
બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા વાવ તાલુકાના રાછેણા ગામમાં જમીન બાબતે બે પિતરાઈ ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી. ત્યારબાદ આ પિતરાઈ ભાઈઓએ વૃદ્ધ દંપતી પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડીને વાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ સમય દરમિયાન તેમના પિતરાઈ ભાઈઓ અને તેમની પત્નીઓ સહિત 6 લોકોએ તીક્ષ્ણ હથિયારો વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. સાથે જ વૃદ્ધ દંપતીને ગંભીર રીતે ઘાયલ કરીને ત્યાંથી નાસી ગયા હતા. જોકે આ બનાવની જાણ થતા ઇજાગ્રસ્ત મોનાભાઈ પ્રજાપતિનો પુત્ર અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્યારબાદ વાવ પોલીસે આ હુમલો કરનાર શંકરભાઇ પ્રજાપતિ, દેવરામભાઈ પ્રજાપતિ, રામજીભાઈ પ્રજાપતિ અને તેમની ત્રણ પત્નીઓ સહિત 6 સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.