- થરાદમાં બાઇકનો હપ્તો ન ભરતા યુવક ઉપર જાહેરમાં હુમલો
- વાવના આકોલી ગામના યુવકને જાહેરમાં માર મારતા વિડીયો થયો વાયરલ
- માથાના ભાગે પંચ મારી લોહી લુહાણ કર્યાનો વિડીયો વાયરલ
બનાસકાંઠા: રાજ્યના સરહદી ગામ થરાદ તાલુકામાં દિન-પ્રતિદિન લુખ્ખાગીરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં વાવ તાલુકાના આકોલીના વસ્તાભાઇ ભુરાભાઇ દેસાઇએ થરાદમાં આવેલ લક્ષ્મી ફાયનાન્સમાંથી મોટર સાયકલ ઉપર લોન લીધી હતી. લોન લીધા બાદ તેમની આર્થિક પરિસ્થિતિ કથાળતા મોટર સાયકલ પરનો એક હપ્તો તે આપ્યી શક્યા નહોતા. તે વસ્તાભાઈ થરાદમા આવેલ ગઢવી હોસ્પિટલ પાસે ઉભા હતા તે સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ આવી લક્ષ્મી ફાયનાન્સના હપ્તા કેમ ભરતો નથી તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા. બાદમાં કેટલાક અજાણ્યા શખ્સોએ તેમને માર મારી માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી.
આ પણ વાંચો : થરાદમાં 4 લાખથી વધુ કિંમતના ડ્રગ્સ સાથે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ