- ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા આવલ ગામ પાસે પોલીસકર્મી પર હુમલો
- ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર માટે પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
- હુમલો કરનારા ચાર શખ્સો સામે ગુનો નોંધીને અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી
બનાસકાંઠા: ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા આવલ ગામ પાસે એક પોલીસકર્મી પર હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ઇજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મીને સારવાર માટે પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે જીવલેણ હુમલો કરનારા ચાર શખ્સો સામે ગુનો નોંધીને અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ભિલોડા પોલીસ પર ટોળાએ હુમલો કરનાર 36 સામે ગુનો નોંધયો
પોલીસકર્મી પર હુમલો
અમીરગઢ તાલુકાના આવલ ગામે રહેતા ગોવિંદસિંહ ડાભી ડીસા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. જેઓ ગઇકાલે મોડી સાંજે તેમના પિતરાઈ ભાઈઓ સહિત ત્રણ લોકો સ્વિફ્ટ કાર લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે આવલઘુમટી પાસે રસ્તામાં આવતી બનાસ નદીના પટ્ટમાં ચાર શખ્સો રોડ વચ્ચે બાઈક લઈને ઉભા હતા. ગોવિંદસિંહે રસ્તા વચ્ચે ઉભેલા બાઇક ચાલકોને સાઈડમાં ખસી જવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, તે સમયે સામાન્ય બોલાચાલી બાદ મામલો થાળે પડતા ગોવિંદસિંહ ડાભી ગાડી લઈને પોતાના ગામમાં પહોંચ્યા હતા. જ્યાં ચારેય શખ્સોએ તેમની ગાડીને આંતરીને ઊભી રાખી હતી. ગોવિંદસિંહ ડાભી ગાડીમાંથી બહાર ઉતરતા જ ચારેય શખ્સોએ ધારીયા અને લોખંડની પાઇપ જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જીવલેણ હુમલો કરતાં ગોવિંદસિંહ ડાભીને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
અમીરગઢ પાસે પોલીસકર્મી પર હુમલો આ પણ વાંચો:પોલીસકર્મી પર એક્ટિવા ચડાવી દઇ હુમલો કરનારા આરોપીઓ ઝડપાયા
ઇજાગ્રસ્તનેસારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
આ બનાવને પગલે તેમના સગાસંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવતા હુમલાખોર શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત ગોવિંદસિંહને સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે અંગે અમીરગઢ પોલીસે હુમલો કરનાર ચારેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ખુમસિંહ હજૂરસિંહ ડાભી, મહેશ્વરસિંહ રંગતસિંહ ડાભી, મહાવીરસિંહ વાદળસિંહ ડાભી અને વિનોદસિંહ કંચુસિંહ ડાભીનો સમાવેશ થાય છે.