ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં જમીન બાબતે બોલાચાલી થતા દંપતી પર જીવલેણ હુમલો - બનાસકાંઠાના ન્યુઝ

રાજયમાં દિવસેને દિવસે લુટંફાટ, ગુનાખોરી જેવી ઘટના બનતી હોય છે. જમીન જેવી નજીવી બાબતમાં પણ ભાઈ- ભાઈનો દુશ્મન બની જાય છે. ત્યારે બનાસકાંઠામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

બનાસકાંઠામાં જમીન બાબતે બોલાચાલી થતા દંપતી પર જીવલેણ હુમલો
બનાસકાંઠામાં જમીન બાબતે બોલાચાલી થતા દંપતી પર જીવલેણ હુમલો

By

Published : May 31, 2020, 10:37 PM IST

બનાસકાંઠા: જિલ્લાના તાજપુરા ગામમાં જમીન બાબતે બોલાચાલી થતાં ચાર શખ્સોએ દંપતી પર જીવલેણ હુમલો કર્યો હતો. બનાવને પગલે ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠામાં જમીન બાબતે બોલાચાલી થતા દંપતી પર જીવલેણ હુમલો
વડગામના તાજપુરા ગામે જમીન બાબતે તકરાર થતાં દંપતી પર ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં તાજપુરા ગામે રહેતા અયુબખાન બિહારી અને યાકુબખાન બિહારી વચ્ચે છેલ્લા ઘણા સમયથી જમીન બાબતે તકરાર ચાલી રહી હતી. તે દરમિયાન આજે ઉશ્કેરાયેલા યાકુબખાન સહિત ચાર શખ્સોએ ઘરમાં ઘૂસી આવી અયુબખાન બિહારી અને તેની પત્ની પર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો.

અચાનક હુમલો થતા જ અયુબખાને બુમાબુમ કરતા તેના પરિવારજનો દોડી આવી તેઓને હુમલાખોરોની ચૂંગલમાંથી છોડાવ્યા હતા. તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં દંપતીને સારવાર માટે વડગામ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. બનાવને પગલે વડગામ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હુમલો કરનાર ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details