વડગામ(બનાસકાંઠા):વડગામ તાલુકાના છાપી ગામ થી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો હતો.(Chief Minister joked with Alpesh Thakor ) જેમાં કેન્દ્રીય પ્રધાન સંજીવ બલિયનને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ વડગામ ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સભાને સંબોધન કર્યું હતું.
થોડી ઘણી ધમાલ:ગૌરવ યાત્રા વડગામ પાલનપુર અને ડીસા સુધી યોજાશે જેમાં મુખ્યપ્રધાન હાજરી આપશે. આજે યોજાયેલી આ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં વિધાનસભાના ધારાસભ્યો તેમ જ ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ યોજાયેલ સભામાં મુખ્યપ્રધાનએ રમૂજ સાથે વડગામ ની સભામાં અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં થોડી ઘણી ધમાલ પણ કરી છે તેવુ નિવેદન કર્યું હતું. જોકે વાતને વાળી લેતા મુખ્યપ્રધાનએ કહ્યું હતુ કે "અલ્પેશ ઠાકોરનો સ્વભાવ આકરો છે અને પોતાની રજૂઆતને આક્રોશ સ્વરૂપે રજૂ કરે છે."