બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે અનેક મહિલાઓ બનાસકાંઠા જિલ્લો આમ તો વર્ષોથી અતિ પછાત જીલ્લો (Asia largest Banas dairy banaskantha) માનવામાં આવે છે પરંતુ જેમ જેમ બનાસકાંઠા જિલ્લામાં અનેક વ્યવસાયો પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે. તેમ તેમ બનાસકાંઠા જિલ્લાનું પછાતપણાનું કલંક ઘટી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો જિલ્લો હતો પરંતુ સતત બદલાતા વાતાવરણ અને પાણીની અછતના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ખેતીમાં વારંવાર નુકસાનના કારણે પરેશાન થઈ રહ્યા હતા. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ ખેતીની સાથો-સાથ પશુપાલનનો (woman working animal husbandry in banaskantha) વ્યવસાય પણ શરૂ કર્યો.
પશુપાલન ક્ષેત્રે પ્રગતિ:દિવસેને દિવસે બનાસકાંઠા જિલ્લામાં ખેતીની સાથે પશુપાલનનું વ્યવસાય આગળ વધ્યો અને બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમવાર બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી. બનાસ ડેરીની સ્થાપના થતા જિલ્લાના ખેડૂતોએ પશુપાલનનો વ્યવસાય પણ આગળ વધાર્યો. પશુપાલનના વ્યવસાયમાં ખેડૂતોને સારી આવક થતા ખેતીનું પ્રમાણ ઘટ્યું અને પશુપાલનનું પ્રમાણ વધ્યું દૂધમાં સારા ભાવ અને વધુ નફો મળતા બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાઓમાં પશુપાલન ક્ષેત્રે પ્રગતિ થઈ. આજે સમગ્ર એશિયામાં સૌથી વધુ દૂધ બનાસ ડેરી દ્વારા પૂરું પાડવામાં આવે છે. જેમાં એશિયાની નંબર વન બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવતી મહિલા બનાસકાંઠા જિલ્લામાં નંબર પ્રાપ્ત કર્યો હતો. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં એક તરફ ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ પશુપાલન ક્ષેત્રે મહિલાઓ દર વર્ષે કરોડો રૂપિયાની આવક મેળવી રહી છે.
નવલબેન ચૌધરી જેમણે ગત વર્ષે બનાસડેરી માં સૌથી વધુ દૂધ ભરાવનાર પ્રથમ મહિલા તરીકેનો ખિતાબ મેળવ્યો મહિલાઓ બની આત્મનિર્ભર:બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે અનેક મહિલાઓ વ્યવસાય કરી રહી છે ત્યારે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની સાધારણ સભામાં ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર 10 પશુપાલક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જી હા નિરક્ષર કે મામૂલી અભ્યાસ બાદ પશુપાલન વ્યવસાયમાં આ મહિલા વર્ષે લાખ્ખો નહીં પરંતુ કરોડો રૂપિયાની કમાણી કરે છે. વડગામ તાલુકાના નગાણા ગામે રહેતા નવલબેન ચૌધરી જેમણે ગત વર્ષે બનાસડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પ્રથમ મહિલા તરીકેનો ખિતાબ મેળવ્યો છે. જેથી બનાસડેરી દ્વારા તેઓને 25 હજાર રૂપિયાનું રોકડ તેમજ શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી તરીકેનો એવોર્ડ પણ આપ્યો છે.
મહિને 11 લાખની આવક: અત્યારે આ નવલબેનની ઉમર 62 વર્ષ છે પરંતુ આજે પણ તેઓ સવારે 4 વાગે ઉઠીને તેમના તબેલામાં પહોંચી જાય છે. અને પછી શરૂ થાય છે તેમનો આ પશુપાલનનો બિઝનેસ. આ વ્યવસાયને તેમણે સખત પરિશ્રમ અને નક્કર આયોજન સાથે ખુબ સરસ વિકસાવ્યો છે. થોડાક વર્ષો પહેલાં બાપ-દાદાએ આપેલા માત્ર 25થી -30 પશુઓ રાખતા નવલબેન આજે 200 જેટલા પશુઓ રાખે છે. તેઓ રોજનું અત્યારે 1000 લીટર અને શિયાળાની સીઝનમાં 1200 લીટર દૂધ બનાસ ડેરીની દૂધ મંડળીમાં ભરાવે છે અને મહિને રૂપિયા 11 લાખની આવક દૂધના વ્યવસાયમાંથી મેળવે છે. દૂધના ધંધામાંથી પણ આટલી સારી આવક મેળવી શકાય તે વાત સૌના માટે સુખદ આશ્વર્ય અને અભ્યાસનો વિષય છે.
25 હજાર રૂપિયાનું રોકડ તેમજ શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી તરીકેનો એવોર્ડ આ પણ વાંચો:રણના ગુલાબ તરીકે ઓળખાતા એડિનિયમનો છોડ બન્યો ફ્લાવર શોમાં હોટ ફેવરીટ
પશુઓની સાર સંભાળ: નવલબેન ચૌધરી દ્વારા તેમના ખેતરમાં પશુઓ માટે પાકો શેડ બનાવવામાં આવ્યો છે અને પશુઓ શેડમાં 24 કલાક ખુલ્લા રહે છે. પશુઓને પીવા માટે શુધ્ધ પાણી અને ખોરાક માટે હેડ લોક પાકી ગમાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાકી ગમાણના લીધે ખોરાકનો બગાડ થતો નથી. દરરોજ સવારે ૯.૦૦ કલાકે પશુઓને પ્રેશર ફુવારાથી નવડાવવામાં આવે છે અને તેમને ખુલ્લા વાડામાં રાખવામાં આવે છે તે દરમ્યાન શેડની સાફ-સફાઇ કરવામાં આવે છે. પશુઓને દરરોજ લીલો ઘાસચારો મળી રહે તે માટે ૫ એકર જમીનમાં લીલું ઘાસ વાવવામાં આવે છે. આટલા બધા પશુઓને એક સાથે દોહવા માટે 12 થી 15 લોકોનો સ્ટાફ પણ રાખ્યો છે. જેમને દર મહિને નવલબેન ચૌધરી દ્વારા 1.50 લાખ રૂપિયાનો પગાર પણ ચૂકવવા આવે છે. નવલબેન ચૌધરીને એશિયામાં સૌથી વધુ પશુપાલન ક્ષેત્રે પ્રગતિ કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા અનેકવાર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે આમ નવલબેન ચૌધરી પશુપાલન ક્ષેત્રે આજે સમગ્ર એશિયામાં નામના મેળવી રહ્યા છે.
આ પણ વાંચો:ઉત્તરાયણ કાઉન્ટડાઉન: આ ભાઈએ બનાવી 15 અને 11 કિલોની બે બે ફિરકી, ગામ ઘેલું કર્યું
કૌટુંબિક વ્યવસાય: મારા બાપ-દાદાના 25 થી 30 પશુઓ હતા. જે પશુઓમાંથી નફો કરી સરકારી લોન કરી, પાક ધિરાણ કરી અને તે સમયે પાણી સારું હોવાના કારણે ખેતીવાડીમાંથી પશુધન એકત્ર કરેલ. હાલ નાના મોટા 200 પશુઓ છે. જેમાં100 ભેંસ 40 ગાયો અને અન્ય પશુઓ છે.આ તમામ પશુઓને સાંભળવા માટે 5 ઘરોનો પરિવાર છે. જે પરિવારને 1.50 લાખનો પગાર મહિને ચુકવવામાં આવે છે.સાથે સાથે અમારો આખો પરિવાર તેમને મદદ કરે છે. આ તમામ પશુઓ માટે સવારે 4 વાગે આવીએ છીએ અને 8 વાગે જઈએ છીએ.અને સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી કામ કરીએ છીએ.40 પશુઓથી શરૂવાત કરી હતી જેમાં મને પશુઓનો શોખ હોવાના કારણે હાલ 200 પશુઓ એકત્ર કર્યા છે.અમે એક દિવસમાં 1 હજાર લીટર દૂધ ભરાવીએ છીએ. જેનો પગાર મહિને 11 લાખ રૂપિયા આવે છે.જેના 1 વર્ષે 1 કરોડ 10 લાખ રૂપિયા થાય છે.
ખેતરમાં પશુઓ માટે પાકો શેડ મોંઘવારીની અસર: પશુપાલન ક્ષેત્રે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, દેશના ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ, બનાસડેરીના ચેરમેન શંકરભાઇ 3 એવોર્ડ, પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ એવોર્ડ મળેલ .એશિયામાં સૌથી વધુ દૂધ બનાસડેરીમાં અમે ભરાવીએ છીએ.પરંતુ દિવસે ને દિવસે જે મોંઘવારી વધી છે તેને લઈ ઓછું પોસાય છે.ખાણ મોંધુ, ઘાસ મોંઘુ,પાણી વગર બધું મોંઘુ થવાના કારણે મુશ્કેલી પડી રહી છે.હું એક પણ ચોપડી અભ્યાસ કરેલ નથી તેમ છતાં દર મહિને લાખો રૂપિયા પશુપાલન માંથી કમાઉ છું. મારા પરિવારમાં ચારે દીકરાઓને અભ્યાસ કરાવ્યો છે.તે તમામ લોકો મને પશુપાલનમાં મદદ કરે છે.અન્ય મહિલાઓ કે જેમની પાસે કોઈ રોજગાર નથી તે મહિલાઓ 2 પશુઓ લાવી વ્યવસાય શરૂ કરે તો ઘરનું ગુજરાન ચાલી શકે તેમ છે.આગળ મારી ઈચ્છા છે કે હજુ પણ હું આગળ પશુઓ વધારી 2 કરોડ રૂપિયા કમાવવાની ઈચ્છા છે.