- મહિલા દિવસનો પાલનપુરમાં આશાવર્કરો દ્વારા વિરોધ
- શોષણ દિવસ ગણાવી કર્યા સૂત્રોચ્ચાર
- આરોગ્ય વિભાગની આશાવર્કરોએ વિરોધ કરી કલેકટરને આપ્યું આવેદનપત્ર
બનાસકાંઠાઃ આજે 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે, જે હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક સેવાભાવી સંસ્થાઓ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નારીશક્તિને સન્માનિત કરવાના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જોકે, આશાવર્કર બહેનો હજુપણ પૂરતું વેતન માટે વલખાં મારવા મજબૂર છે, ત્યારે જિલ્લા કલેકટર કચેરી બહાર આશાવર્કર બહેનો અપૂરતા પગારના વિરોધમાં આવેદનપત્ર આપવા એકત્ર થઈ હતી. આશાવર્કર આગેવાન પિન્કીબેન પરમારે જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણની મસમોટી વાતો કરવાને બદલે પહેલાં આશાવર્કર બહેનોને પૂરતો પગાર આપો, નહિતર આવા દેખાડા બંધ કરવા જોઈએ.
આ પણ વાંચોઃ સયાજી હોસ્પિટલમાં કોરોનાની કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતી મહિલા શક્તિને બિરદાવી
આશાવર્કર બહેનોને માત્ર અઢી હજારનું સામાન્ય વેતન જ આપવામાં આવે છે