- બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદનું આગમન
- બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અમીરગઢ અને ભાભરમાં ધોધમાર વરસાદ
- વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
બનાસકાંઠા: છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાવાસીઓ ગરમીનો ભારે સામનો કરી રહ્યા હતા. ચાલુ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે લાંબા સમય બાદ આજે (ગુરુવાર) જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના પાલનપુર અમીરગઢ અને ભાભરમાં ભારે વરસાદ પડયો હતો જેના કારણે લાંબા સમય બાદ ગરમીથી રાહત મેળવી હતી.
વરસાદથી ખેડૂતોમાં ખુશી
જિલ્લામાં આજે (ગુરુવાર) લાંબા સમય બાદ પ્રથમવાર જિલ્લાના અનેક તાલુકાઓમાં સારો વરસાદ શરૂ થયો હતો. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં નવા પાક માટે પહેલા વરસાદની રાહ જોઇને બેઠા હતા. એવામાં આજે (ગુરુવાર) બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. એક તરફ કોરોનાવાયરસની મહામારીમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે એવામાં વરસાદનું આગમન થતા ખેડૂતોને નવા પાકમાં સારી આવક થાય તેવી આશા બંધાઈ છે.
આ પણ વાંચો : અમદાવાદમાં સામાન્ય વરસાદમાં વિસ્તારોમાં પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા