- બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ શરૂ
- અનેક તાલુકાઓમાં ગત મોડી રાત્રીથી જ ધોધમાર વરસાદ શરૂ
- વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મૂકાયા
- ગ્રામીણ વિસ્તારોમાં વિજળી પડતા ખેડૂતોને નુકસાન
બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં પહેલા રાઉન્ડમાં સારો વરસાદ થયા બાદ બનાસકાંઠાવાસીઓ અને ખાસ કરીને ખેડૂતો (farmers) વરસાદની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે છેલ્લા એક અઠવાડિયાથી સામાન્ય છૂટાછવાયા વરસાદ (Rain) બાદ રવિવારે બપોરના સમયે ડીસા સહિત આજુ બાજુના પંથકમાં વરસાદ (rain) ખાબક્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ સાંજના સમયે એકાએક વરસાદ (Rain) ખાબકતા ચોતરફ ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો માત્ર 17.90 ટકા જ વરસાદ થયો છે પરંતુ છેલ્લા બે દિવસથી જિલ્લામાં સારો વરસાદ (Rain) પડતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : હૈદરાબાદમાં મેઘરાજાની મહેર, અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકો પરેશાન
ઠેરઠેર વરસાદી પાણી ભરાયા
જિલ્લામાં 20 દિવસના વિરામ બાદ ગત મોડી રાત બાદ કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં ભારે વરસાદ (heavy rain) પડતા ખેડૂતોમાં ખાસ કરીને ખુશી જોવા મળી હતી. અનેક શહેરમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા ખાસ કરીને વાહન ચાલકો અને સોસાયટીના અનેક લોકો ભારે પરેશાન થયા હતા, ત્યારે ચોક્કસથી કહી શકાય કે, રવિવારે બપોર બાદ જે પ્રમાણે વરસાદ શરૂ થયો હતો. તેના કારણે લોકોએ ભારે ઉકળાટ અને બફારાથી રાહત મેળવી હતી. તો બીજી તરફ ડીસા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતાં અનેક નિંચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે સ્થાનિક નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા તાત્કાલિક ધોરણે નગરપાલિકાની ટીમ બોલાવવી રસ્તાઓ તોડી પાણીના નિકાલ કરવામાં આવ્યો હતો. જેના કારણે લોકોએ રાહત અનુભવી હતી, ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ હાલાકી ભોગવવી પડી હતી.
આ પણ વાંચો: RAIN NEWS: મહેસાણામાં વરસાદનું આગમન, ભારે ઉકળાટ બાદ વરસાદને લઈ ઠંડક પ્રસરી