- વિદેશી દારૂ રૂપિયા 109440 /- ના મુદ્દામાલ સાથે 1ની ધરપકડ
- પેટ્રોલિંગ દરમિયાન એક વાહનની તપાસમાં કુલ કિમત રૂપિયા 4,59,440-ના મુદ્દામાલ ઝડપાયો
- આરોપી વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામા આવ્યો
બનાસકાંઠાઃ બોર્ડર રેન્જ આઇ.જી.પી જે.આર.મોથલીયા તથા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલનાઓની જિલ્લામા દારૂની પ્રવૃતી સંપૂર્ણ પણે નેસ્ત નાબુદ કરવા સુચના આપવામાં આવી છે જે મુજબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સુ.પુજા યાદવ થરાદનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ થરાદ પોલીસ સ્ટેશનના જે.બી.ચૌધરી તથા અ.હેડ.કોન્સ પ્રભુજી તથા અ.પો.કોન્સટેબલ મુકેશભાઇ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિગમાં હતા.