સમાજમાં લોકો તનાવયુક્ત જીવન જીવી રહ્યા છે. દિન પ્રતિદિન નિરાશાજનક વલણ અપાવી રહ્યા છે. ત્યારે ખુશ રહેવા માટે યોગ ખુબ જ કામ લાગે છે. આથી જ નરેન્દ્ર મોદી દ્વારા યોગને ખાસ્સું મહત્વ આપવામાં આવ્યું છે. જેના પગલે ભારતમાં અવારનવાર યોગ શિબિરનું આયોજન કરવામાં આવે છે.જેથી લોકોમાં સકારાત્મકતા લાવી શકાય.
ડીસા ખાતે યોગ શિબિરનું આયોજન, ઇન્ટરનેશનલ યોગ ગુરુએ આપી હતી હાજરી - gujarati news
ડીસા: આર્ટ ઓફ લિવિંગ દ્વારા "વિશ્વ સમાજ નિર્માણ" ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરાવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને યોગ કર્યા હતા. તેમજ ઇન્ટરનેશનલ યોગ ગુરુ શૈલેષ રાઠોડ દ્વારા વિશ્વ સમાજના નિર્માણની સલાહ આપી હતી. તેમજ લોકોને યોગનું મહત્વ જણાવ્યું હતું.
ડીસા ખાતે યોગ શિબિરનું આયોજન, ઇન્ટરનેશનલ યોગ ગુરુએ આપી હતી હાજરી
ડીસા ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા " વિશ્વ સમાજ નિર્માણ " અંતર્ગત યોગ શિબિરનું શુભમ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ટરનેશનલ યોગ ગુરુ શૈલેષ રાઠોડ દ્વારા ઉર્જા કેવી રીતે વધારવી તે પધ્ધતિસરનું માર્ગદર્શન પુરું પાડ્યું હતું. શારિરીક ઉર્જા,માનસિક ઉર્જા તેમજ આત્મિય ઉર્જા વિશે માર્મિક પ્રવચન આપી લોકો નવું જીવન જીવવા માટે પ્રેરણા પુરી પાડી હતી. સાથે સાથે તનાવ ખંખેરી ઉર્જાવાન જીવવાની કલા શીખવી હતી. યોગ શિબિર દ્વારા લોકોના મનને મુક્ત બનાવ્યા હતા.