- બનાસકાંઠા જિલ્લાનો વધુ એક આર્મીમેન શહીદ
- જવાનની અંતિમયાત્રામાં મોટી સંખ્યમાં લોકો જોડાયા
- આન, બાન અને શાન સાથે જવાનને વિદાઈ અપાઈ
બનાસકાંઠા: મેમદપૂર ગામના આર્મીમાં ફરજ બજાવતા જવાન શહીદ થતા આજે તેના માદરે વતન તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. કાશ્મીરના પીંછવાડા ગામે ફરજ બજાવતા જવાનનું ભેખડ ઘસી પડતા શહીદ થયો હતો. આજે તેના પાર્થિવ દેહને સન્માન આપી અંતિમ યાત્રા નીકળતા ગ્રામજનો આંખો પણ ભરાઈ આવી હતી.
જશવંતસિંહ રાઠોડ નામનો યુવક જમ્મુ-કાશ્મીરના પીંછવાડા ખાતેફરજ બજાવતો હતો
ભારત દેશના લોકો સુરક્ષિત રીતે રહી શકે તે માટે આજે પણ ભારત દેશના જવાનો દેશની બોર્ડર ઉપર ઠંડી હોય ગરમી હોય, વરસાદ હોય તો પણ રાત દિવસ બોર્ડર પર દુશ્મનોની સામે રહી સુરક્ષા કરે છે. આજે પણ કેટલીક એવી ઘટનાઓ બોર્ડર પર બનતી હોય છે. જેના કારણે દેશના જવાનો શહીદ થતા હોય છે. ત્યારે બનાસકાંઠાનો વધુ એક જવાન શહીદ થયો છે. વડગામ તાલુકાના મેમદપુર ખાતે રહેતો જશવંતસિંહ રાઠોડ નામનો યુવક ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો અને અત્યારે જમ્મુ-કાશ્મીરના પીંછવાડા ખાતે ફરજ બજાવી રહ્યો હતો. તે સમયે અચાનક ભેખડ ધસી પડવાની સર્જાયેલી દુર્ઘટનામાં જવાનને ગંભીર ઈજા થતા તે શહીદ થયો હતો.
આ પણ વાંચો:છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોના પરિવારને રૂપિયા 2,50,000ની શૌર્ય રાશી અર્પણ કરાશે