ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે ચૂંટણી પહેલા આ સમાજે પણ બતાવી પોતાની તાકાત - Arbuda Sena Shibir at Ambaji

આગામી ટૂંક સમયમા વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. તેવામાં અનેક સમાજો પોતાના વર્ચસ્વને લઈ સમાજની શિબિરોને (Arbuda Army Soldiers Camp) બેઠકો યોજી રહ્યા છે.

હવે ચૂંટણી પહેલા આ સમાજે પણ બતાવી પોતાની તાકાત
હવે ચૂંટણી પહેલા આ સમાજે પણ બતાવી પોતાની તાકાત

By

Published : May 24, 2022, 10:54 AM IST

બનાસકાંઠા :યાત્રાધામ અંબાજી ખાતે મોદી સમાજની બેઠક થયા બાદ પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં ચૌધરી સમાજ ગઠીત અર્બુદા સેનાની 2 દિવસીય શિબિરની શરૂઆત કરી છે. વિપુલ ચૌધરીએ દીપ પ્રગટાવીને શિબિર ખુલ્લી મૂકી હતી. અર્બુદા સેના 4 બ્લોકમાં વહેંચાયેલી છે. જેમાં આજે 3 તાલુકાના 67 ગામોના અર્બુદા સેનાના સૈનિકોની શિબિરનો (Arbuda Army Soldiers Camp) પ્રારંભ થયો છે.

પૂર્વ ગૃહપ્રધાનએ દીપ પ્રગટાવીને અર્બુદા સેનાના સૈનિકોની શિબિર મૂકી ખુલ્લી

આ પણ વાંચો:Gujarat Assembly Election 2022: ભાજપ માટે સલામત આ બેઠક પર આ વખતે પાટીદારો ફરક પાડશે?

અર્બુદા સેનાની શિબિરો :આગામી સમયમાં મહેસાણા, પાટણ અને માણસા ઝોનમાં પણ આજ રીતે અર્બુદા સેનાની શિબિરો યોજાશે. ત્યારબાદ દૂધ સાગર સૈનિકોની બેઠકનો દોર શરુ કરાશે. આજે અંબાજી ખાતે યોજાયેલી આ શિબિરને લઈ પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીએ જાણવ્યું હતું કે, આ શિબિર સામાજિક છે ને સહકારી ક્ષેત્રમાં જૂની પેઢી બાદ હવે નવી પેઢીને તૈયાર કરવાનું કામ સેના કરી રહી છે. જેના થકી ગામનો અને સમાજનો વિકાસ થશે અને સાથે દૂધ ઉત્પાદકો 100 ટકા સરકારી માળખામાં દૂધ આપે ને એક પણ ટકો ખાનગીમાં ન જાય તેવી કાળજી રાખવાનું કામ અર્બુદા સેનાને સોંપવામાં આવશે.

આ પણ વાંચો:Bharti Ashram Controversy: કંઈ કર્યું જ નથી તો ઋષિ ભારતીએ શા માટે જવું પડ્યું કોર્ટ...

હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છુ વિપુલભાઈ ચૌધરી :વિપુલ ચૌધરીને મીડિયા દ્વારા રાજકીય પાર્ટી બાબતે કરેલા સવાલ સામે તેમને જણાવ્યું હતું કે, રાજકીય રીતે બીજા બધાની મને ખબર નથી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છુ અને હું ઈચ્છું છુ કે, મારી પાર્ટીને મારી સરકાર દૂધ સાગર ડેરીની વ્યાજવી અને વ્યવહારુ વાતને સમજે તેમજ અન્યાય અને શોષણ ન થાય તેની કાળજી સરકાર રાખે, પાડોસી રાજ્ય રાજસ્થાનમાં દૂધ ઉત્પાદકોને કિલો ફેટના રૂપિયા 100 વધારે મળતા હોય, ત્યારે આપણી સરકાર આ બાબતે ચિંતિત ન હોય તે કેટલું વ્યાજબી છે. વિપુલ ચૌધરીએ આગામી વિધાનસભામાં પોતાનો રોલ શું રહેશે તે બાબતે તેમને જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રે ચૂંટણી લાડવા કોઈ ચિન્હની જરૂર નથીને દોઢ દાયકાથી ચિન્હ વગર જ ચૂંટણી લડી છે ને હાલ અન્ય કોઈ ચૂંટણીની ચર્ચા કે પ્રસંગ ન હોવાનું તેમને ઉમેર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details