ગુજરાત

gujarat

ETV Bharat / state

રાપરમાં થયેલી વકીલની હત્યાના વિરોધમાં વાવમાં સંગઠનો સંગઠનનો દ્વારા આવેદનપત્ર અપાયું

એડવોકેટ દેવજી મહેશ્વરીની રાપર ખાતે એક ધારાસભ્યની ઓફિસની બાજુમાં થયેલી હત્યાના રાજ્યમાં પ્રત્યાઘાત પડી રહ્યા છે. દલિત સમાજના તમામ સંગઠનો દેવજીભાઈ અને તેમના કુટુંબને ન્યાય મળે તે માટે સમર્થનમાં આવ્યા હતા. બનાવને પગલે જિલ્લાના દલિત સંગઠન વાવ એકમ દ્વારા વાવ મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.

avedanpatra
avedanpatra

By

Published : Sep 28, 2020, 7:58 PM IST

બનાસકાંઠા: એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની રાપર ખાતે એક ધારાસભ્યની ઓફિસની બાજુમાં થયેલી કરપીણ હત્યાના પગલે વાવ એકમ દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. આરોપીઓને ઝડપી લેવામાં આવે અને તાત્કાલિક તેમને ફાંસીની સજા આપી મૃતકના પરિવારોને ન્યાય મળે તેવી માગ કરી હતી.

આવેદનપત્ર

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તારીખ. 25.9.2020ના રોજ રાપર ખાતે વકીલ મંડળ રાપરના અધ્યક્ષ અને સામાજિક કાર્યકર સ્વ.દેવજીભાઈ મહેશ્વરીની ખુલ્લેઆમ ધોળા દિવસે કરપીણ હત્યા થયેલી છે જે ખુબ જ દુઃખદ ઘટના બની છે. આવું નિંદનીય અને ધોર કૃત્ય કરનાર તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય અને તમામને ફાંસીની સજાની રજૂઆત કરી હતી. સાથે જ પરિવારને સાચો ન્યાય અપાવવા તમામ સામાજિક કાર્યકરોએ સામાજિક સંગઠનો જિલ્લા અને તાલુકા મથકોમાં આવેદનપત્રો આપી મહામહિમ રાજ્યપાલ સુધી પહોંચાડવા અપીલ કરી છે. આ બાબતે કચાસ કે ઢીલાશ ભીનું કામ કરવામાં આવશે તેમજ અન્યાયની શંકા જણાશે તો તમામ સંગઠનો સાથે મળી ગાંધી ચિધ્યા માર્ગે જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details