ગુજરાત

gujarat

ETV Bharat / state

પશ્ચિમ બંગાળમાં RSSના કાર્યકરની હત્યા મામલે વિશ્વ હિન્દુ પરિષદે આપ્યુ આવેદનપત્ર

બનાસકાંઠા: 10 સપ્ટેમ્બર 2019 ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વિસ્તારમાં રહેતા બધુ પ્રકાશ પાલના પરિવારની કરપીણ હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. ત્યારે આવા હત્યારાઓને કાનૂની સજા કરવામાં આવે તે માટે ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં થયેલા હત્યાકાંડ મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અપાયું આવેદનપત્ર

By

Published : Oct 15, 2019, 10:59 PM IST

પશ્ચિમ બંગાળમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓના બનાવો વધી રહ્યા છે, ત્યારે 10 સપ્ટેમ્બર 2019 ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વિસ્તારમાં રહેતા બંધુ પ્રકાશ પાલના પરિવારમાં અસામાજિક તત્વો દ્વારા તેમની પત્ની અને તેમની 8 વર્ષના દિકરાની કરપીણ હત્યા કરવામાં આવી હતી. જેનો ભારતભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ડીસામાં આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય તે માટે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં થયેલા હત્યાકાંડ મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અપાયું આવેદનપત્ર

જેમાં તેઓએ માગ કરી હતી કે પછી બંગાળમાં સરકાર હટાવી રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે. બંધુ પ્રકાશ પાલના પરિવારના હત્યાકાંડની તપાસ CBIને સોંપવામાં આવે અને હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. બાંગલાદેશમાંથી આવેલા હિન્દુ અને ભારતનું નાગરિકત્વ આપવામાં આવે અને તેમની સુરક્ષા પણ સરકાર દ્વારા આપવામાં આવે, પશ્ચિમ બંગાળમાં રહેતા રાષ્ટ્રવિરોધી અસામાજિક તત્વો સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ યોજના આવેદનપત્રમાં માગણી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details